સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th June 2018

રે કળીયુગ મોરબીમાં પિતાએ જ સગીર પુત્રી સાથે અડપણ કર્યા

મોરબી, તા.૯: મોરબી પંથકમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી સાથે પિતાએ અડપલા કર્યા હોય જે મામલે પત્નીએ પતિ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.

 મળતી વિગત મુજબ મૂળ મહારાષ્ટ્રના  વતની અને હાલ મોરબી નજીક વસવાટ કરતા મહિલાએ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી પતિએ તેની ૧૨ વર્ષની સગીર દીકરી સાથે છેલ્લા એક માસ દરમિયાન રાત્રીના સમયે તેની દીકરી પર ખરાબ નજર કરીને તેની સાથે નિર્લજ્જ ચેનચાળા કરી અડપલા કર્યા હતો.

 મોરબી પંથકમાં પિતાએ પોતાની દીકરી પર નજર બગડી કૃત્ય કર્યાની ઘટના એે ભારે ચર્ચા જગાડી છે. અને સૌ કોઈ હવસખોર પિતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.(૨૨.૭)

 

(12:52 pm IST)