સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th June 2018

પોરબંદરમાં ક્ષયના દર્દીઓને કીટ વિતરણ

 પોરબંદર રોટરી કલબ દ્વારા ક્ષયના દર્દીઓને પોષણક્ષમ આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં ૭૧ કીટ તથા રાણાવાવમાં ૩૪ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી મોડની ઉપસ્થિતિમાં કીટ વિતરણ કરાય હતી. રોટરી પ્રમુખ જીજ્ઞેશભાઇ લાખાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રોજેકટ ચેરમેન વિજયભાઇ મજીઠીયાએ દર્દીઓને માર્ગદર્શનમાં જણાવેલ કે દર ત્રણ મહીને તથા વર્ષમાં ૪ વર્ષ આ કીટ તથા સાથે દવા વિતરણ કરવામાં આવે છે. ડો. જયદીપ લાખાણીએ પોષણક્ષમ આહારનું મહત્વ સમજાવેલ હતું. આભારવિધી રોટરી કલબના પ્રતિશ લાખાણીએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ડો. સુરેશ ગાંધી, ડો. કમલેશ અદાણી, યોગેશ પોપટ, ભરતભાઇ રાજાણી પ્રો. ચેરમેન નીરજ મોનાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી. જિલ્લા ક્ષય કેન્દ્રના ડો. દિમા પોપટીયાના માર્ગદર્શન હેઠળ કીટ વિતરણ કરવામાં આવી તે તસ્વીરો. (૮.૧૬)

(12:49 pm IST)