સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th June 2018

સમયનું ભાન રાખીએ તો સ્વપ્ન સાકાર થાયઃ બાલકૃષ્ણ દોશી

કાલે પૂ. મોરારીબાપુનાં પ્રવચન સાથે મહુવામાં સદ્ભાવના પર્વનું સમાપન

ભાવનગર-કુંઢેલી, ઇશ્વરીયા તા. ૯ :.. મારા સ્વપ્નનું ભારત વિષયને કેન્દ્ર સ્થાને રાખી કૈલાસ ગુરૂકુળ મહુવા ખાતે શ્રી મોરારીબાપુના સાનિધ્યમાં વિશ્વગ્રામ સંસ્થા દ્વારા સદભાવના ફોરમ અંતર્ગત સદભાવના પર્વ -૯ પ્રારંભે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરાયુ હતું.

શ્રી બાલકૃષ્ણ દોશીએ તેમના જયપુર અને ચંદીગઢના નિર્માણ સંબંધી અનુભવ વાતો જણાવી અને કહયું કે સ્વપ્ન પછી આપણે આકાંક્ષાઓ ભૂલી જઇએ છીએ. તેમણે કહયુ કે સમયનું ભાન ન રાખીએ તો સ્વપ્ન સાકાર થાય. સ્વપ્નએ બહારના આવરણનું નથી, અંતરના ઊંડાણનું હોય છે. કેટલાંક ઐતિહાસીક સ્થાપત્યોનો ઉલ્લેખ કરી કહયુ કે સ્થાપત્ય આપણને જાગૃત અવસ્થામાં લઇ જાય છે. મારા સ્વપ્નનું ભારત બધા સાથે એકરૂપ અને સંવેદનશીલ હોય તેમ ઉમેર્યું.

શ્રી ડંકેશ ઓઝાના સંચાલનતળે આ પર્વમાં વિશ્વગ્રામના વડા શ્રી સંજયભાઇએ સાથી તુલાબેન અને ઢૂકડી દ્વારા કાશ્મીર ક્ષેત્રમાં થયેલી કામોનો સંવેદનશીલ ઉલ્લેખ કરી સદ્ભાવના પર્વ-૯ ના હેતુ રજૂ કર્યો હતો.

કલા જગત વિષય પર ચલચિત્ર સમીક્ષક અને ઇતિહાસ વિધ શ્રી અમૃત ગંગરે રાષ્ટ્રની સ્વત્ંત્રતા પહેલી અને પછી ચિત્રપટ કક્ષાની સ્થિતિ રજૂ કરી. ગાંધીજીને કલા પ્રત્યેના ભાવના ઉલ્લેખ કરી કલાએ જીવનનો ભાગ હોય શકે તેમ કહ્યું. શ્રી રવિન્દ્રનાથ ટાગોર સહિત દેશ અને વિદેશના કલીવિદ્દી અને ચિત્રપટ નિર્માતાઓ બાબત રસપ્રદ વાત કરી. શ્રોતા દર્શકોની પણ સારી કલા માટે જવાબદારી હોવાનું કહ્યું.

શ્રી મોરારીબાપુના સાનિધ્યમાં યોજાયેલ આ પર્વ પ્રસંગે પ્રથમ શ્રી ભદ્રાબેન સવાઇ દ્વારા શ્લોકગાન કરાયું હતું. અહીં ગુજરાત તેમજ અન્યત્ર સ્થળોથી સામાજિક આગેવાનો અને કાર્યકરો આ ત્રિદિવસીય સત્રમાં જોડાયા છે. કાલે પૂ. મોરારીબાપુના પ્રવચન સાથે સદ્ભાવના પર્વનું સમાપન થશે. (પ-ર૧)

(11:51 am IST)