સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th June 2018

રામોદ થી સતાપર જતા માર્ગ પર આવેલ પુલ ઉપર એક મસમોટો ખાડો પડયો તંત્રને કયારે દેખાશે?

કોટડાસાંગાણીઃ રામોદ થી સતાપર જતા માર્ગ પર આવેલ પુલ ઉપર એક મસમોટો ખાડો પડ્યા ને એક વરસ જેટલો સમય વીતી ગયો છે છતા તંત્ર દ્રારા રોડ રીપેર કરાયો નથી જેને લઇને વાહન ચાલકો મા રોષ ફેલાયો છે એક તરફ સરકાર નવી નવી યોજનાઓ બહાર પાડી ને સીટી થી લઈ ને નાના ગામડાઓમાય પાકા રસ્તા ઓ બને તે માટે સતત પ્રયાસો કરી રહી છે ત્યારે આ ખાડો કોઈ વાહન ચાલક નો ભોગ લ્યે ત્યારબાદ જ રીપેર કરવાની નેમ લીધી હોય તેમ લાગી રહ્યુ છે. આ રોડ રાજકોટ થી અમરેલી તેમજ વાસાવડ રાંદલ ના દડવા સાણથલી જેવા ગામો જવા માટે આજ રો સોર્ટકટ પડતો હોવાથી વાહન ચાલકો અહીથી જ પસાર થવાનો આગ્રહ રાખતા હોય છે પરંતુ વાહન ચાલકો ની જીંદગી ની કોઈ કિંમત ન હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે આ પુલ પર જ પડેલા ખાડા અંગે ગામ લોકોએ તંત્ર મા અનેક વખત રજૂઆતો કરી છે પણ તંત્ર ના બહેરા કાને ખાડો રીપેર કરવાની વાત કયારે સંભળશે તે પ્રશ્ન અહી ઉભો થયો છે. (તસવીર. કલ્પેશ જાદવ)

(11:41 am IST)