સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th June 2018

કચ્છના બેરાજામાં શહિદ એર કોમોડોર સંજય ચૌહાણને અંજલી

 ભુજ : બે દિવસ પહેલાં કચ્છના બેરાજા ગામની સીમમાં જામનગર એરફોર્સ સ્ટેશનના ફાઇટર પ્લેનના ક્રેશ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. જેગુઆર ફાઇટર પ્લેનના ક્રેશ થવાની આ દુર્ઘટનામાં એરકોમોડોર સંજય ચૌહાણ વીરગતિ પામ્યા હતા. ભારતીય વાયુસેનાએ પોતાના કર્તવ્યનિષ્ઠ અધિકારીને જયારે દેશે એક વીર સપૂતને ગુમાવ્યો છે. સરક્ષણમંત્રી નિર્મલા સીતારામન અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક આગેવાનોએ એરકોમોડર સંજય ચૌહાણને અંજલી આપી હતી. ત્યારે આ દુર્ઘટના જયાં સર્જાઈ હતી તે મુંદરા તાલુકાના બેરાજા ગામ અને આસપાસના પંથકના અન્ય ગામોના ગ્રામજનોએ દેશના વીરસપૂત એરકોમોડોર સંજય ચૌહાણને ભાવપૂર્ણ અંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી,મુંદરા તાલુકા પંચાયતના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, વલજીભાઈ ટાપરીયા, જીગર છેડા, જગદીશ હાલાઈ અને અન્ય આગેવાનો સહિત ગ્રામજનો મોટી સંખ્યા મા ઉપસ્થિતિ રહ્યા હતા એવું લાલુભા જાડેજાની યાદીમાં જણાવાયું છે. (તસ્વીર - અહેવાલ : વિનોદ ગાલા, ભુજ)

(11:38 am IST)