સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th June 2018

ભાવનગરમાં નગરસેવિકા, તેના પતિ સહિત ટોળા દ્વારા દુકાનમાં તોડફોડ : રોકડની લૂંટ

ભાવનગર, તા. ૯ : કરચલીયાપરા વોર્ડના નગરસેવિકાના પતિ પર હુમલાની ઘટના બાદ નગરસેવિકા તથા તેના પતિ સહિતના ટોળાએ તિલકનગર વિસ્તારમાં આવેલ પાનની દુકાનમાં તોડફોડ કરી હતી.

કરચલીયાપરા વોર્ડના નગરસેવિકા ગવુબેન ચૌહાણના પતિ કાનજીભાઇ ચૌહાણ પર હુલાની ઘટના બાદ આજે ગવુબેન તથા તેમના પતિ કાનજીભાઇ સહિત ૮ થી ૧૦ વ્યકિતના ટોળાએ તિલકનગર, દેવીપુજક વાસના મેલડી માતાજીના મંદિર પાસે આવેલ ચામુંડા પાન નામની દુકાનમાં તોડફોડ કરી હતી.

આ બનાવ અંગે આશાબેન તથા તેના સાસુએ માહિતી આપી હતી.

દુકાનમાં તોડફોડ કરનાર ટોળુ રૂ. ર૦થી રપ હજાર જેવી રકમ પણ લઇ ગયાનું હોવાનું  આશાબેને જણાવ્યું હતું.

(11:37 am IST)