સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th June 2018

બગસરાના હામાપર ગામે વ્યાજબી ભાવની દુકાનમાંથી અડધા લાખનો માલ સીઝ

હિસાબો રજૂ નહિ કરાતા ૧૩૦૦૦ કિલો ઘઉં, ૭૩પ૦ કિલો ચોખ્ખા, ૨૩પ કિલો ખાંડનો જથ્થો કબ્જે

બગસરા, તા.૯: તાલુકાના હામાપુર ગામેથી જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા વ્યાજબી ભાવની દુકાન પર દરોડો પાડી કુલ ૫૩૨૨૦ રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

વિગત અનુસાર હામાપુર ગામેથી જબરૂ લોટ કોભાંડ પકડવામાં આવ્યું હતું જેના છાંટા સમગ્ર જિલ્લા ઉપર ઊડયા હતા. જિલ્લા પુરવઠા અધિકારી વી એમ પ્રજાપતિ પુરવઠા નિરીક્ષક આઈ. એમ. પારગી, કે.કે. વાળા, ડી.બી. ભોરણીયા દ્વારા હામાપુરમાં યોગેશ જયંતિલાલ ખંભાળિયાની વ્યાજબી ભાવની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો ત્યારે હિસાબો રજૂ નહીં કરાતા ૧૩૦૦૦ કિલો ઘઉં ૭૩૫૦ કિલો ચોખા અને ૨૩૫ કિલો ખાંડ નો જથ્થો મળી કુલ ૫૩૨૨૦ રૂપિયા કિંમતનો માલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદ મળતાં  દરોડો પાડવામાં આવ્યાં જણાવવામાં આવ્યું હતાં.

(11:31 am IST)