સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 9th June 2018

આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારી સુધી પહોંચ્યો મામલો

દ્વારકાધીશના નિજ મંદિરનું ગેરકાયદે શુટીંગઃ વધુ એક વિવાદ વકર્યો : શરતોનો ભંગ કરનારા સામે ખાતાકીય કાર્યવાહીની પુરેપુરી શકયતા

દ્વારકા તા. ૯ :.. અહીયા ભગવાન શ્રી દ્વારકાધીશ જગત મંદિરમાં રાસોત્સવનું ગેરકાયદે પ્રસારણ અને સીસી ટીવી બંધ હોવા અંગેના વિવાદની શાહી સુકાઇ નથી ત્યાં ફરી નવો વિવાદ ઊભો થયો છે.

દ્વારકાધીશ જગત મંદિરમાં થોડા સમય પહેલાં જ પુરાત્વ વિભાગ પાસેથી જગત મંદિરમાં શુટીંગની મંજૂરી મેળવ્યા બાદ શુટીંગની શરતોનો ખૂલ્લેઆમ ભંગ કર્યો હોય તેમ જગત મંદિરની અંદરનું નિજ મંદિરનું ગેરકાયદેસર શુટીંગ કરાયું હોવા અંગે સ્થાનીય પુરાતત્વ વિભાગના અધિકારી દ્વારા વડોદરા સ્થિત આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાની કચેરીનાં અધિકારીને લેખીત જાણ કરાઇ છે.

જે મુજબ મંદિરમાં અંદર શુટીંગ ન કરવા અંગેની શર્ત-'એ' ની મંજૂરી મેળવનાર તથા અન્યો દ્વારા સરેઆમ ભંગ કરનારા વિરૂધ્ધ  ધોરણસરની કાર્યવાહી કરવા જણાવાયું છે.

કહેવાય છે કે, જગત મંદિરની સુરક્ષા અને સલામતીને સ્પર્શતા મામલે સરકાર દ્વારા ઘડાયેલી શર્તોનો ખુલ્લેઆમ ભંગ કરવા બદલ ટૂંક સમયમાં જવાબદારો સામે પગલાં લેવાય તેવી પુરેપુરી શકતા છે.

(11:30 am IST)