સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 9th May 2021

કચ્છમાં કોરોનાની સારવાર પછી મયૂક્રમાઇકોસિસના છૂટપુટ કેસોએ દેખા દોધી:જો કે, આ રોગ નવો નથી: જી.કે.ના એડી.મેડી. સપ્રિ.આપ્યા મ્યુકરમાઇકોસિસના લક્ષણ : ઉપચાર અને સારવારના ઉપાયો:

સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ કોરોનાની મહામારી દરમિયાન જેમને કોરોના લાગુ પડી ગયો હોય તેવા છૂટપુટ દર્દીઓમાં ૧૦થી ૧૫ ધ્વિસ બાદ મ્યુકરમાઇકોસિસના કેસો જોવા મળી રહ્યા છે. મ્યુકરમાઇકોસિસએ ફંગસથી થતો ધાતક રોગ છે. અને ફંગસ સીધો લોહીની નસોમાં હુમલો કરી વ્યક્તીને અસર કરે છે.

અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના ચીફ મૅડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીના જણાવ્યા અનુસાર હાલમાં કોરોના પછી આવા દર્દીઓ જોવા મળે છે. પરંતુ, અગાઉ પણ કચ્છમાં મ્યુકરમાઈકોસિસ યાને કે બ્લેક ડંગસ ચેપના દર્દીઓ જોવા મળ્યા હતા. અર્થાત આ રોગ નવો નથી. પરંતુ, અગાઉ એટ્લે કે, કોરોના પહેલા સામાન્‍ય રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, કેન્સરનું ઓપરેશન કરાવનાર અને જેમને અકસ્માતમાં સખત ઈંજરી થઈ હોય તેવા અસરગ્રસ્તોને આ રોગ લાગુ પડતો.

ડો. હિરાણીના જણાવ્યા અનુસાર હાલમાં કોરોના દરમિયાન ખાસ કરીને આઈ.સી.યુ.માં વેંટીલેટર ઉપર લાંબાગાળાની સારવાર લીધી હોય અને જેમને ડાયાબિટીસ છે તેમજ જેમણે ટોસીબીઝૂમેબ અને ઇટોલીઝૂમેબની સારવાર લીધી હોય તેમને મ્યુકરમાઇકોસિસની સંભાવના વધી જાય છે. કોરોનાને કારણે જેમની રોગપ્રતિકારક ક્ષમતા ઘટી ગઈ હોય તેમને આ રોગ જલ્દો લાગુ પડો જાય છે.

મયૂકરમાઈકોસિસના લક્ષણો અંગે તેમણે વધુમાં કહ્યું કે, જેમને માઈકોમ્યુકોસિસ થયું હોય તેવી વ્યક્તઓને માથામા અને આંખમાં સખત દૂ:ખાવો થવો, નાકમાથી સતત પાણી પડવું, દ્વષ્ટિ ઓછી થઈ જવી, આંખનું હલનચલન ઓછું થવું, વિગેરે લક્ષણો જણાય છે. જ્યારે સીધી રીતે જોઈ શકાય તેવા આ રોગના ચિહનોમાં દર્દીના ચહેરા ઉપર સોજા આવી જવા, મોઢાની ચામડોનો કલર કાળો થઈ જવો, આંખ બહાર આવી જવી. અને ઘણીવાર તાળવું કાળું પડો જાય છે.

આ રોગની સ્પષ્ઠ ચકાસણી માટે જો રિપોર્ટ કરવામાં આવે તો તેની યથાર્થતા વધુ સ્પષ્ટ થાય છે. આ રિપોર્ટમાં દર્દાનુ સુગરલેવલ, H.B.A.1.C અને કિડનીનું કાર્ય ચેક કરવું આ ઉપરાંત નાકના અંદરના ભાગની સેમ્પલ લઈ ફંગસ કલ્ચર માટે તથા બાયોપ્સી માટે મોકલી શકાય છે. વધુમાં સિટીસ્કેન અને એમ.આર.આઈ કરાવી આ રોગ ક્યાં સુધી ફેલાયો છે તે જાણી શકાય છે.

મ્યુકરમાઈકોસીસનો ઉપચાર પણ શકય છે પરંતુ, તે ખર્ચાળ અને ખૂબ લાંબા સમય સુધી ચાલે છે. અને સારવારમાં શરીરનો જે ભાગ કાળો પડી ગયો હોય તેટલા ભાગની માંસપેશી(ટીસ્યુ) દૂર કરી લાંબો ટાઈમ એન્ટિ ફંગલ ધવા ચાલુ કરવામાં આવે છે. ઘણીવાર તે કિડનીને પણ અસર કરે છે. સારવારમાં સૌથી મહત્વની બાબતમાં તબીબોનો ટિમ એપ્રોચ મહત્વનો ભાગ ભજવે છે. આ ટીમમાં ઇ.એન.ટી, આંખ,પ્લાસ્ટિક સર્જન, ફિઝિશિયન અને એનેસ્થેટિકના ડોક્ટર્સને જોડવા પડે છે.

કોરોનાને કારણે મ્યુકરમાઇકોસિસ કેસ ગંભીર બાબત છે પણ હવે આ બીમારી ગંભીર રહી નથી. જો સમયસર નિદાન અને ઉપચાર થાય તો દર્દાને વધારે નુકસાન થતું નથી. પરંતુ, તબીબોના જણાવ્યા અનુસાર આ ઇન્ફેકશનને વધુ સમય માટે અવગણવું ધાતક સાબિત થઈ શકે.

(5:47 pm IST)