સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 9th May 2021

મોરબીના નાની વાવડી ગામે માનવ સેવા સંસ્થા દ્વારા એમ્બ્યુલન્સ, મુક્તિવાહીની સેવા શરૂ

દાતાઓના સહયોગથી ગ્રામજનોને મળશે કાયમી સુવિધા ઓક્સિજન સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ સુવિધા પણ વિનામૂલ્યે

મોરબી : કોરોના મહામારી વચ્ચે સુવિધા આપવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. તો બીજી તરફ માનવતા ચોતરફ મહેકી રહી છે. એવા સમયે મોરબીના નાની વાવડી ગામે માનવ સેવા સંસ્થા દ્વારા ગ્રામજનો માટે ઓક્સિજનથી સજ્જ એમ્બ્યુલન્સ અને મુક્તિવાહિનીની કાયમી વિનામૂલ્યે સેવા શરૂ કરવામાં આવી છે.
મોરબીના નાની વાવડી ગામે આવેલ “શિવ વિલા” બિલ્ડર્સ તરફથી નાની વાવડી માનવ સેવા સંસ્થાને મુક્તિ વાહિની સંપૂર્ણ ખર્ચ સાથે ભેટ આપેલ છે. તેમજ નાની વાવડી ગામના દાતા રૂપાલા બાબુલાલ તરશીભાઈ તથા રૂપાલા જયંતિલાલ તરશીભાઈ તરફથી આરોગ્ય વિષયક ઈમરજન્સી સેવા માટે ઓક્સિજન સાથે એમ્બ્યુલન્સવાન સંપૂર્ણ ખર્ચ સાથે ભેટ આપેલ છે. આ બંને સુવિધા ડ્રાઈવર સાથે નાની વાવડી ગામ લોકોને માનવતા ધોરણે કાયમી તદ્દન વિના મૂલ્યે આપવામાં આવશે. જેથી જરૂરિયાતમંદ લોકોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
નાની વાવડી ગામે મુક્તિ વાહિની સેવા માટે (૧) વલમજીભાઈ મગનભાઈ મો.૯૮૭૯૪૬૬૪૨૬ (૨) કેશવજીભાઈ બાબુભાઈ મો. ૯૯૭૯૪ ૫૮૬૭૮ (૩) રમેશભાઈ જીવરાજભાઈ મો. ૯૭૧૨૯ ૭૩૭૮૧ અને (૪) પ્રવીણભાઈ કાનજીભાઈ મો. ૯૯૨૫૧૬૫૪૫૧નો સંપર્ક કરવાનો રહેશે.
 એમ્બ્યુલન્સ સેવા માટે (૧) વિપુલભાઈ જસમતભાઈ મો.૯૯૨૫૭૪૨૦૮૬ (૨) મહાદેવભાઈ મોરડીયા મો.૯૯૦૯૭૨૧૩૨૧ (૩) દલસુખભાઈ મગનભાઈ મો.૯૮૨૫૭૬૧૮૪૧ અને (૪) સરપંચ જયંતીભાઈ મો. ૯૮૭૯૯૩૦૬૪૮ અથવા ૯૮૯૮૬૮૧૪૧૧ ઉપર સંપર્ક કરી શકાશે.
 વધુમાં ઉપરોક્ત સેવા યજ્ઞ માટે કોઈપણ વ્યક્તિ નિભાવણી ખર્ચ પેટે દાન આપવા ઇચ્છતા હોય તેમણે દલસુખભાઈ મગનભાઈ મો. ૯૮૨૫૭ ૬૧૮૪૧ ને દાન આપીને પહોંચ મેળવી લેવા જણાવાયુ છે.

(12:19 pm IST)