સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th May 2019

જુનાગઢમાં સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદનું મહાપ્રદેશ અધિવેશન યોજાયું

જુનાગઢ, તા. ૯ : ગુજરાતનુ પ્રદેશસ્તરીય બ્રહ્મસંગઠન સમસ્ત બ્રહ્મ વિકાસ પરીષદનુ મહા પ્રદેશ અધિવેશન  સંસ્થાપક અને પ્રદેશ અધ્યક્ષા શ્રી,અર્ચનાબેન ઠાકરના પ્રમુખસ્થાને તેમજ જુનાગઢ સંગઠનના યજમાન પદે ગત રવીવારે સોરઠ-ગીરના પાટનગર સમા જુનાગઢના આંગણે શ્રી ભવનાથ મહાદેવના સાનીધ્યમા યોજાયું હતું.

સમસ્ત બ્રહ્મ વિકાસ પરીષદના સ્થાપક સદસ્ય અને પ્રદેશ મહામંત્રીશ્રી,ચેતનભાઇ ઠાકરના માર્ગદર્શનમાઙ્ગ પ્રદેશ યુવા પાંખના પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી,શૈલેષભાઇ દવેની આગેવાનીમાં જીલ્લા પ્રમુખશ્રી, કેતનભાઇ ભટ્ટ,મહામંત્રી, કીશનભાઇ ભટ્ટ, પ્રદેશ યુવા પાંખના  હોદેદારો સર્વશ્રી,જગદીશભાઇ પાઠક,હીતેષભાઇ ઓઝા,ભારતીબેન પુરોહીત સહીતની સંગઠન ટીમ આ રાજય સ્તરીય પ્રદેશ અધિવેશન ના ભવ્ય આયોજન માટે જહેમત ઉઠાવી હતી.

આ અધિવેશનમાં સમગ્ર ગુજરાતમાંથી પ્રદેશ મુખ્ય સંગઠન,મહીલા સંગઠન,યુવા સંગઠન,પ્રદેશ સમીતી સહીતના દરેક હોદેદારો, સર્વે પ્રદેશ ડેલીગેટસ,જીલ્લા પ્રમુખ-મહામંત્રી સહીતના અપેક્ષીત આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અખિલભારતીય સાધુ સમાજના પ્રમુખ અને ક્રાન્તીકારી બ્રહ્મસંત પ.પુ.મુકતાનંદજી બાપુ,ગોરક્ષનાથ આશ્રમના સંતશ્રી પુ.શૈરનાથબાપુ,સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખશ્રી, જીગીશભાઇ દવે, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી, છેલભાઇ જોષી, ભારત સરકારના કાયદા પંચના સદસ્ય અને  બ્રહ્મ અગ્રણીશ્રી, અભયભાઇ ભારદ્વાજ, જુનાગઢના ધારાસભ્યશ્રી, ભીખાભાઇ જોષી સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પ્રદેશસ્તરીય બ્રહ્મ સંગમ જોવા મળ્યો હતો.

આ મહાઅધિવેશનની પુર્વ સંધ્યાએ સાંસ્કૃતીક કાર્યક્રમનુ પણ ભવ્ય આયોજન કરવામા આવેલ છે. (તસ્વીર : મુકેશ વાઘલા, જુનાગઢ)

(12:58 pm IST)