સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા કોરોનાનું સંક્રમણ ઘટાડવા કાલથી શનિ-રવિ બે દિવસ સજ્જડ બંધ

ધોરાજીમાં બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૯:  ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ (ચેમ્બર ઓફ કોમર્સ) દ્વારા અગત્યની બેઠક બોલાવી તાત્કાલિક અસરથી શનિ અને રવિ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી સંપૂર્ણ ધોરાજી બંધનું એલાન આપ્યું છે

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળની અગત્યની બેઠક રાજકોટ નાગરિક સહકારી બેન્કના સભાખંડમાં સંસ્થાના પ્રમુખ લલીતભાઈ વોરાના  અધ્યક્ષ સ્થાને મળેલ હતી આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે હાલમાં ધોરાજી શહેરમાં કોરોનાનું  સંક્રમણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે દરરોજ સૌથી વધારે કેસ પોઝિટિવ આવી રહ્યા છે ત્યારે આપણે સૌ વેપારીઓએ ધોરાજીની પ્રજાના હિતમાં ધ્યાનમાં રાખી તાત્કાલિક અસરથી ધોરાજી શહેર શનિવાર અને રવિવાર બે દિવસ માટે તમામ ધંધા-રોજગાર બંધ રહે સ્વેચ્છિક ડાઉનલોડ રહે તેઓ સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના કારોબારી સદસ્ય કિશોરભાઈ રાઠોડ મંત્રી રમેશભાઈ શિરોયા કાપડ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઇ પાનસુરીયા અનાજ કિરાણા એસોસિએશનના પ્રમુખ ચુનીભાઇ સંભવાણી પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ દલસુખભાઈ વાગડિયા મગનભાઈ નાર વીરાભાઇ સુખડિયા ચેતનભાઇ ગાંધી હિરેનભાઈ મારડિયા જસ્મીન ભાઈ પટેલ રાજુભાઈ સુખડિયા બીપીનભાઈ મકવાણા સહિતના ૩૦થી વધુ વેપારી એસોસીએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ધોરાજીમાં તાત્કાલિક અસરથી શનિ અને રવિ બે દિવસ સ્વેચ્છિક ડાઉનલોડ જાહેર કરવામાં આવ્યું છે આ સમયે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ (ચેમ્બર ઓફ કોમર્સ) ના પ્રમુખ લલીતભાઇ વોરા કિશોરભાઈ રાઠોડ રમેશભાઈ શિરોયા ચુનીભાઇ સંભવાણી વિગેરે જણાવેલ કે ધોરાજી સંપૂર્ણ બંધ રહે તે માટે ધોરાજીના તમામ વેપારીઓ ઉદ્યોગકારો તેમજ નાના નાના લારીવાળા પાનના ગલ્લાવાળા ચા હોટલ શાકભાજી રેકડી વાળા ફ્રુટવાળા સંપૂર્ણપણે બે દિવસ માટે બંધ રાખે તેવી વિનંતી કરવામાં આવી છે.

આ બાબતે આવશ્યક ગણાતી સેવાઓ મેડિકલ સ્ટોર દૂધ ડેરી ખુલ્લા રાખી શકાશે તેમજ શાકભાજીની લારીઓ હરતી-ફરતી ચાલુ રાખી શકાશે પરંતુ એક જગ્યાએ લારીઓ રાખી ન શકાય તે બાબતે સૌએ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

(3:57 pm IST)