સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસ સસ્પેન્ડ

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૯ :. વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ દિનુભાઈ વ્યાસને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ તરીકે સેવા આપતા દિનુભાઈ વ્યાસને પ્રદેશ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર નગરપાલિકામાં ભાજપે ચૂંટણીમાં બહુમતી સાથે વિજય મેળવ્યો હતો, પરંતુ અંદરખાને જુથવાદને કારણે ભાજપે પાલિકામાં સત્તા ગુમાવી હતી. જેના કારણે હાલમાં મોરબી નગરપાલિકામાં ભાજપે શાસન ગુમાવ્યુ છે અને ભાજપમાંથી ચૂંટાઈને આવેલા પાલિકાના સદસ્યોઍ અપક્ષ તરીકે પાલિકાની શાસન ધૂરા સંભાળી છે.

(1:10 pm IST)