સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

પોરબંદરમાં ફોર લેનના ખાતમુહુર્ત સામે ચાઇનીઝ ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા વિરોધઃ પાલિકા પ્રમુખની કારને રોકી કાળા વાવટા ફરકાવ્યા

નવા ફોર લેન બનાવવાને બદલે ચાઇનીઝ ખાણીપીણીના ધંધાર્થીઓને ચોપાટી પાસે ફાળવેલી મુળ જગ્યા પરત આપવા માગણી

પોરબંદર તા. ૯ :.. રીલાયન્સ ફુવારાથી ચોપાટી સુધી ૬૦ લાખના ખર્ચે તૈયાર થનાર ફોર લેનના કામના ખાતમુહુર્તમાં હાજરી આપવા જઇ રહેલ નગરપાલિકાના પ્રમુખ સરજુભાઇ કારીયાની કારને રોકીને ચાઇનીઝ ખાણીપીણીના ધંધાર્થીઓએ ફોર લેનનો વિરોધ કરીને પાલિકા પ્રમુખ સામે કાળા વાવટા ફરકાવીને ચાઇનીઝ ખાણીપીણીના ધંધાર્થીઓને ફાળવેલી મુળ જગ્યા પરત આપવા માગણી કરી હતી.

રીલાયન્સ ફુવારાથી ચોપાટી સુધી ૬૦ લાખના ખર્ચે તૈયાર થનાર ફોર લેનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના હસ્તે થયું હતું. આ ખાત મુહુર્ત સમયે હાજરી આપવા જઇ રહેલ પાલિકા પ્રમુખ સરજુભાઇ સામે ચોપાટી પાસેના ચાઇનીઝ ખાણીપીણીના ધંધાર્થીઓએ ચાઇનીઝ બજારના પ્રમુખ બાવનભાઇ કાનાભાઇની આગેવાની હેઠળ કાળા વાવટા ફરકાવીને ચાઇનીઝ બજારના ધંધાર્થીઓને મુળ ચોપાટી પાસે ફાળવેલી જગ્યા આપવા અને પાલિકામાં ભ્રષ્ટાચાર બંધ કરાવવા માગણી કરી હતી.

(12:49 pm IST)