સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

જામનગરમાં એક જ દિવસમાં એક વખત નેગેટીવ બીજી વખત પોઝિટિવ રિપોર્ટ

જામનગર : તસ્વીરમાં નેગેટીવ અને પોઝિટિવ રિપોર્ટ નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૯ : જામનગરમાં વધી રહેલા કોરોના કહેર વચ્ચે કોરોનાના છતાં એન્ટીજન ટેસ્ટમાં એક જ વ્યકિતના એક જ દિવસે અલગ-અલગ બે રિપોર્ટ સામે આવતા આશ્ચર્ય ફેલાયું છે.

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આણંદાબાવા ચકલા વિસ્તારમાં રહેતા યુવકના એક જ દિવસે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સ્ટાફના છે ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલ ટેસ્ટના રિપોર્ટમાં એક વખત નેગેટિવ તો એક વખત પોઝિટિવ આવતા આશ્ચર્ય ફેલાયું છે.

(12:46 pm IST)