સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

ગોંડલના મોવૈયામાં શોૈચક્રિયા વખતે જ ડિલીવરીઃ નવજાત પુત્રને માથામાં ઇજા

બે દિવસના બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયું

રાજકોટ તા. ૯: ગોંડલના મોવૈયા ગામે ખેતરમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના યુવાનની પત્નિને ગઇકાલે શોૈચક્રિયા વખતે ડિલીવરી થઇ જતાં અને પુત્રનો જન્મ થતાં તેને માથામાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશ અલીરાજપુરના રાજુ રતનીયાભાઇ પસાયા અને તેની પત્નિ મમતા કેટલાક સમયથી મોવૈયા ગામે વાડીમાં રહી મજૂરી કરે છે. મમતા હાલમાં સગર્ભા હતી અને નવમો મહિનો ચાલી રહ્યો હતો. દરમિયાન ગઇકાલે તે વાડીએ શોૈચક્રિયા કરવા ગઇ ત્યારે એકાએક ડિલીવરી થઇ જતાં બાળક (પુત્ર)નો જન્મ થતાં આ નવજાતને માથામાં ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં કે. ટી. ચિલ્ડ્રન વોર્ડમાં દાખલ કરાયેલ છે.  માતાને પણ સાથે દાખલ કરવામાં આવી છે.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી છે. મમતાનું આ પહેલુ જ બાળક છે.

(11:25 am IST)