સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

કોટડાસાંગાણીની સરકારી હોસ્પિટલમાં સુવિધામાં વધારો : ગોંડલના ધક્કા બચ્યા

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી,તા.૯ : હોસ્પિટલમાં છલ્લા દસ વર્ષમાં જે સુધારોસ અને વિવિધ પ્રકારના દર્દી માટેની સુવિધામાં જે વધારો થયેલ છે. તે બીરદાવા લાયક છે. હોસ્પિટલમાં ઓપીડી સવારે અને સાંજે નીયમીત સમય મુજબ ુચાલુ રહે છે. તેમજ ૨૪ કલાક ઇમરજન્સી સારવાર દર્દીઓને મળી રહી છે. ખાસ કરીને બીપી ડાયાબીટીસના દર્દીઓ જેઓને પ્રાઇવેટ હોસ્પિટલમાંથી દર મહીને રૂ. ૧૦૦૦ થી ૧૫૦૦ સુધીની દવાઓ લેવી પડતી તેઓ હોસ્પિટલ ખાતેથી તદન મફતમાં મળી રહી છે. જેથી ગરીબ દર્દીઓને ખુબજ લાભ થાય છે.

દવાઓનો પુરતો જથ્થો હોસ્પિટલ ખાતે જળવાઇ રહે તે માટે હોસ્પિટલના અઘીક્ષક અને ફાર્માલીસ્ટની આગવી સુજબુજનો ખુબજ અગત્યનો ફાળો છે તેમજ દર્દીઓને કસરત કરવા માટે ગોંડલ જવુ પડતુ તે કોટડા સાંગાણી હોસ્પિટલ ખાતે જ મળી રહે છે.

જેથી દર્દીઓ સમય અને પૈસા બંનેનો બચાવ થાય છે. હાલ કોરોના મહામારીના સમયમાં અને હોસ્પિટલનો દરેક સ્ટાફ ખુબજ સરસ કામગીરી કરી રહ્યો છે.  કોરોના પોઝીટીવ સામાન્ય દર્દીઓની દવા થી સારવાર ખુબજ સારી રીતે થઇ રહેલ છે. તેમજ ગંભીર દર્દીઓને વધુ સારવાર માટે સમયસર રાજકોટ સીવીલ હોસ્પિટલે મોકલવામાં આવે છે.

હાલ કોરોનાની મહામારી વધુ હોવાથી હોસ્પિટલના ઘણા સ્ટાફને બીજી હોસ્પિટલ ખાતે ડેપ્યુટેશન પર મુકવામાં આવે છે. તેમ છતા હોસ્પિટલ ખાતે ઓછા સ્ટાફમાં પણ ઓવર ડ્યુટી કરી દર્દીને ૨૪ કલાક સેવા પુરી પાડવામાં આવે છે.

(11:24 am IST)