જસદણ વોર્ડનં.પમાં રસીકેમ્પ યોજાયો
આટકોટ : જસદણ શહેરમાં કોવીડ રસીકરણ અભિયાન અંતર્ગત બે જગ્યાએ વેકસીન આપવા માટે કેમ્પનું આયોજન કરાયુ જેમા વોર્ડ નં.પાંચમા ચિતલીયા રોડ આસ્થા સ્કુલ ખાતે એક કેમ્પનું આયોજન થયેલ જેમાં ૪૦૩ લોકોએ વેકસીનનો ડોઝ લીધો. કેમ્પમાં શહેર ભાજપના પ્રમુખ અનિલભાઇ મકાણી, મહામંત્રી ભરતભાઇ, મુકેશભાઇ જાદવ, ન.પા.ના પુર્વ પ્રમુખ જીજ્ઞેશભાઇ હિરપરા, અલ્પેશભાઇ રૂપારેલીયા, નરેશભાઇ દરેડવાળા, મહાવીરભાઇ વાળા કોરોના વેકસીન અભિયાનના ઇન્ચાર્જ પંકજભાઇ ચાવ સહ ઇન્ચાર્જ ડો.કેતનભાઇ પટેલ તેમજ આસ્થા શૈક્ષણિક સંકુલમાંથી મેહુલભાઇ પરમાર, સુદાણી, મોવલીયા, કલ્પેશભાઇ છાયાણી, મનીષભાઇ કાછડીયા તેમજ તેમના સાથી અને સ્ટાફગણએ જહેમત ઉઠાવી અને આરોગ્યની ટીમ ન.પા.ની ટીમ અને પ્રાંત ઓફીસની ટીમે કેમ્પનું આયોજન થયેલ.(તસ્વીરો : કરશન બામટા, આટકોટ)