સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

વિંછીયા -તાલુકામાં વધુ ૧૩ પોઝીટીવ કેસ

(પિન્ટુ શાહ દ્વારા)વિંછીયા,તા.૯: વિંછીયા તથા તાલુકામાં વધુ ૧૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.લોકોને માસ્ક પહેરાવવા પોલીસે લાલ આંખ કરવી જોઇએ તેવો જાગૃત લોકોનો પ્રજામત છે. અન્યથા ગામડે ગામડે કોરોના પહોંચી ગયો છે. જે ને ઘરે ઘરે પહોંચતા વાર નહીં લાગે. લોકોને પોલીસની ગાડી આવે ત્યારેજ માસ્ક મોઢે ચડાવવાની ક્રૂર કુટેવને છોડવી પડશે તો જ કોરોના સામે લડી શકાશે.

(11:21 am IST)