સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

મોટી પાનેલીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસથી લોકોમાં ફફડાટ

વેકિસનેશન જાગૃતિ માટે વિવિધ સંસ્થાઓ મેદાને

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા.૯:  ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં કોરોના કેશમાં ઝડપથી વધારો થતો જોવા મળેલ છે જેને લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

હાલ ગામમાં પંદર જેટલાં એકિટવ કેસ હોવાનું માલુમ પડે છે તેવામાં પિસ્તાલીસ થી મોટી ઉમરના લોકોને વેકસીન આપવાની પ્રક્રિયા ચાલુ હોય છતાં લોકોમાં વેકસીન લેવા પ્રત્યેની કોઈ જાગૃતતા નથી દેખાતી હજુ સુધી પાનેલીમાં વિસ ટકા લોકોએ જ વેકસીન અપાવી છે જેને લઈને લોકોમાં જાગૃતિ માટે તથા મનમાં રહેલ શંકા કુશંકા કે ડર કાઢવા માટે ગામની વિવિધ સંસ્થાઓના હોદેદારોએ સઘન પ્રયાસ હાથ ધર્યા છે જેમાં મોટી પાનેલી ભારતીય જનતા પાર્ટીના અશોકભાઈ પાંચાણી મહેન્દ્રભાઈ ભાલોડીયા સંજય દેગામા વગેરે દ્વારા પછાત વિસ્તારમાં લોકોને વેકસીન માટે અપીલ કરેલ છે સાથેજ ગ્રામપંચાયતના સરપંચશ્રી તેમજ ઉપ સરપંચ બધાભાઇ ભારાઈ દ્વારા પણ સોસીયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવેલ છે તેમજ મોટી પાનેલી વેપારી એસોસિઅન દ્વારા દરેક ધંધાર્થી મિત્રોને ડર રાખ્યા વિના વેકસીન લેવા સમજાવામાં આવી રહ્યા છે સાથેજ ગામની ખાનગી શાળા સરસ્વતી ધામ શાળા દ્વારા તો વેકસીન લેવા માટે લોકોમાં બહોળો પ્રચાર કરવામાં આવી રહેલ છે.

અત્રેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી નિકુંજભાઈ હાર્દિકભાઈ રમેશભાઈ નયનભાઈ તેમજ સ્ટાફના બહેનો સાથે આશાવર્કર બહેનો પણ લોકોને વેકસીન લેવા સમજાવના સઘન પ્રયાસ કરતા જોવા મળેલ છે. ગામના અગ્રણી અશોકભાઈ પાંચાણીએ ભારપૂર્વક અપીલ કરી કહ્યું છે કે વેકસીન લીધી હશે તોજ આપણે કોરોના મહામારી સામે લડી સકશું આપણું તેમજ આપણા પરિવારનું રક્ષણ મેળવી સકશું માટે દરેકે દરેક નાગરિક સમયસર વેકસીન લઇ પોતાની અને પોતાના પરિવારની રક્ષા કરે.

(11:19 am IST)