સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th April 2021

ધ્રોલની મુંગરા કન્યા વિદ્યાલયમાં નિઃશુલ્ક કોરોના વેકિસન કેમ્પ સંપન્ન

જનજાગૃતિ સાથે સોશ્યલ ડીસ્ટન્સ જાળવી પ૮ સભ્યોએ વેકિસન લીધી

ધ્રોલ : તા. ૩-૪-ર૦ર૧ ના રોજ વિભુતીબેન વેકરીયા, હેતસ્વીબેન બુસા અને ઇકો કલબના ઇન્ચાર્જ શ્રી ભારતીબેન પરમાર તથા ધો. ૧૧ ની ઇકો કલબની ૧પ બહેનોએ ખારવા રોડ પર આવેલી બધી જ સોસાયટીમાં ઘરે ઘરે જઇને લોકોને રસી મુકાવવા અંગે સમજાવ્યા અને નામની નોંધણી કરી. નિઃશુલ્ક કોરોના વેકિસન કેમ્પનું આયોજન અર્બન હેલ્થ સેન્ટર-ધ્રોીની ટીમ અને ચંદુભા જાડેજાના સહયોગથી શ્રી લેઉવા પટેલ સેવા સમાજ-ધ્રોલ સંચાલિત શ્રીમતિ ડી.એચ. કે. મુંગારા કન્યા વિદ્યાલોયમાં કરવામાં આવનાર છે. તેવી જાણકારી સાથે સમયની પણ જાણ કરી.

તા. ૦૪ના રોજ સવારે વેકિસનેશન શરૂ કરવામાં આવેલ હતું. જેમાં શાળાના ઉપપ્રમુખશ્રી ડો. વિજયભાઇ સોજીત્રા તથા સંચાલક વિજયભાઇ મુંગરા તથા શાળાના પ્રિન્સીપાલ ડો. પ્રવિણાબેન જે. તારપરા તથા ભારતીબેન પરમાર તથા વિભુતીબેન વેકરીયા, હેતસ્વીબેન બુસા ઉપસ્થિત રહ્યા હતા. ૪પ વર્ષ કે તેથી વધુ ઉંમરના ભાઇઓ-બહેનોએ વેકિસનનો લાભ લીધો. જેમાં વાલીઓ તથા આજુબાજુની સોસાયટીના ર૯ ભાઇઓ અને ર૯ બહેનોને એસ.ઓ.પી. ગાઇડલાઇન્સના પાલન સાથે કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધો. આ કોરોના વેકિસન કેમ્પનું આયોજન કરી સામાજિક સેવાકીય પ્રવૃત્તિમાં શાળા સહભાગી બની તે બદલ સંસ્થાના પ્રમુખ રાઘવજીભાઇ પટેલે અભિનંદન પાઠવ્યા.

(11:13 am IST)