સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

કચ્છમાં કોરોનાનો કહેર :માધાપરના કોરોના સંક્રમિત વૃદ્ધના પુત્રવધુ બાદ પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ :કચ્છમાં હવે કોરોનાનો ૪થો કેસ

કચ્છમાં કોરોનાનો ચોથો કેસ પોઝિટિવ નીકળતા હવે કોરોના સામે વધુ સાવચેતી રાખવાની જરૂરત છે. કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે મીડીયાને આ અંગે આપેલી સત્તાવાર માહિતી મુજબ માધાપરના કોરોનાના પોઝિટિવ વૃદ્ધ દર્દીના પત્નીને પણ કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. આથી થોડો સમય પહેલા તેમના પુત્રવધુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ, એક જ ઘરમાં ત્રણ કેસ કોરોના પોઝિટિવના નીકળ્યા છે. આ પરિવાર માધાપર ક્રિષ્ના પાર્કમાં રહે છે. હવે, માધાપર, ભુજ ઉપરાંત સમગ્ર કચ્છના લોકોએ કોરોનાની ગંભીરતા સમજીને સાવચેતી રાખવાની જરૂર છે.

 

(11:44 pm IST)