સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

જામનગરમાં ડોકટર અને પ્રેસનું ખોટુ આઇ કાર્ડ લઇને નીકળેલ સુનિલ પંડયા ઝડપાયો

જામનગર, તા.૯:  એ પોલીસ સ્ટેશનમાં શૈલેન્દ્રસિંહ સજુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, સુનીલભાઇ મનસુખલાલ પંડયા, રે. જામનગરવાળો ડોકટર અને પ્રેસના રીપોર્ટર ન હોવા છતા ડોકટર અને પ્રેસ રીપોર્ટરનું ખોટું નામ ધારણ કરી અને પ્રેસનું ખોટું આઇકાર્ડ રાખી અને ઘરેથી બહાર નિકળવા અંગે પૂછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહીં અને બીનજરૂરી પોતાના ઘરેથી બહાર નીકળી જિલ્લા કલેકટર જામનગરના જાહેરનામાનો ભંગ કરી અને મેડીકલ સાધનો/દવા અને મોટરસાયકલ મળી કુલ રૂ.૪૧,૧૯૮ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

માહિતી લેવા આવેલાનું માની માર માર્યાની ચાર સામે ફરીયાદ

સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મનોજ જેન્તીલાલ રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, મયુરનગર આઠમાળીયા, આવાસની બાજુમાં નવા ત્રણ માળીયા ગોલાઇ પાસે ફરીયાદી જેન્તીલાલ તેઓના મિત્ર સુલતાન પાસે વામ્બે આવાસમાં ઉછીના પૈસા લેવા જતા હોય તે દરમ્યાન બાલો ગઢવી, અમીત કોળી, વિજય માણેક, માલો ગઢવી, રે.જામનગરવાળાઓને હુશેન અંસારી તથા બસીર સાથે જૂનો ઝઘડો હોય જેથી ફરીયાદી જેન્તીલાલ માહિતી લેવા માટે આવેલ છે તેવું માની આરોપી બાલો ગઢવી તથા અમીત કોળીએ ફરીયાદી જેન્તીલાલને ગાળો કાઢી આરોપી માલો ગઢવીએ લોખંડનો પાઇપ મારી ડાબા હાથમાં ફેકચર કરી તથા આરોપી બાલો ગઢવી, અમીત કોળી, વિજય માણેક એ ફરીયાદી જેન્તીલાલને ઢીંકાપાટુનો માર મારી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

કોરોનાના કેર વચ્ચે ૬૨ એફ.આરઆઇઃ ૩૦ વાહનો ડીટેઇન

દુનિયાભરમાં  કોરોના વાઇરસે કાળો કેર કર્યો છે ત્યારે ભારતમાં ૨૧ દિવસના લોકડાઉન દરમ્યાન સંપૂર્ણ જીવન જરૂરીયાત સિવાયના વાહનો તેમજ લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ છે છતા પણ જામનગરમાં કેટલાક નાગરિકોએ બિનજરૂરી બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરતા ઇ.પી.સી.કલમ ૨૬૯,૧૮૮ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ સને ૨૦૨૦ના કાયદાની કલમ ૫૧ (બી) મુજબ ગુન્હો નોંધી ૬૨ એફ.આર.આઇ નોંધી છે જયારે પોલીસ દ્વારા જામનગર જીલ્લામાં વિના કારણે લટાર મારવા નીકળેલા લોકોને પૂછપરછ કરી યોગ્ય કારણ ન હોય અને નીકળ્યા હોય તેવા ૩૦ વાહનો ડીટેઇન કર્યા હોવાનું એસ.પી.શરદ સિંધલે જણાવ્યું છે.

(1:44 pm IST)