સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

જેતપુરમાં જાહેરનામાનો ભંગ કરતા ૩૭ શખ્સો પકડાયાઃ વોકીંગમાં નીકળેલ ૬ ઝપટે ચડયા

જેતપુર તા.૯ : જેતપુરમાં જાહેર નામાની કડક અમલવારી કરાવતા એકજ દિવસમા ૩૭ લોકો પોલીસની ઝપટે ચડી ગયા હતા જેમાં ૬ વોકીંગ કરવા નીકળેલ શખ્સોનો પણ સમાવેશ થાય છે.

શહેર-તાલુકા પોલીસ ડી.વાય. એસ. પી. સાગર બાગચારના માર્ગદર્શન હેઠળ જાહેરનામા અંતર્ગત કડક કામગીરી બજાવી રહ્યા હોય લોકોને જરૂરીયાત વગર બહાર ન નીકળવા માઇક દ્વારા અપીલ કરે છે. શહેરના મુખ્ય માર્ગો પર બેરીગેટ મુકી કોઇપણ વાહનનો બીન જરૂરી રીતે પસાર થવા ન દેવા હોય છતા અમુક લોકો જાણે કાયદો જાણતા જ ન હોય અથવા ગણકારતા ન હોય જાહેર માર્ગો પર ટોળેવળી બેસતા હોય પોલીસે આવા લોકોની શાન ઠેકાણે લાવવા બાઇક પર નીકળીકુલ ૩૭ લોકોને જાહેરનામાનો ભંગ કરવા બદલ ઝડપી લીધેલ અમુક લોકો બીનદાસ્તપણે એક સાથે વોકીંગમાં નીકળતા હોય હાલ સાંજના ૬ લોકોને વોકીંગ કરતા પણ પકડી પાડેલ હતા.

સીટી પી.આઇ. વી.કે. પટેલે જાહેર જનતાને અપીલ કરેલ છે. શહેરના કોઇપણ વિસ્તારમાં લોકો ટોળેવળી ઉભા હોય કે કોઇ કારણોસર ભેગા થતા હોય તો તે ફોટો પાડી રાજકોટ રૂરલ કન્ટ્રોલ નંબર ૭૪૩૩૯ ૧૧૧૦૦ અથવા જેતપુર સીટી નં. ૯૯રપર ૦૪૯૮૮ ઉપર વોટસએપ કરી આપવો.

(1:20 pm IST)