સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

અમરેલી -જીલ્લામાં માસ્ક અને સેનીટાઇઝરનો ઉપયોગ ન કરનાર ૧૬૦ સામે ગુન્હોઃ ૧૨૯ વાહનો ડીટેઇન

અમરેલી, તા.૯: વર્તમાન પરિસ્થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમા ં'COVID –19'ના સંક્રમણને અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજયભરમાં'લોક ડાઉન' જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિલિપ્ત રાય સાહેર્બં દ્વારા અમરેલી જિલ્લાના મહત્વના એન્ટ્રી / એકઝીટ પોઇન્ટ પર ૩૯ (ઓગણ ચાલીસ) ચેકપોસ્ટ શરૂ કરી, નાકાબંધી કરી, 'લોકડાઉન'નો ચુસ્ત પણે અમલ કરાવવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.

લોક ડાઉનનો ભંગ કરતાં કુલ ૧૬૦ ઇસમો વિરૂધ્ધ ૧૨૬ ગુન્હાઓ દાખલ કરી વાહનો કબ્જે કરવામાં આવેલ છે તથા ૧૨૯ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.

કોરોના મહામારીની ગંભીરતાને હળવાશથી લઇ ર્ંવાહનો લઇને તેમજ વાહનો વગર બિનજરૂરી આંટા-ફેરા મારતા ૧૦૪ ઇસર્મોં સામે મરીન પીપાવાવ, સાવરકુંડલા ટાઉન, લાઠી, વંડા, જાફરાબાદ, જાફરાબાદ મરીન, વડીયા, ખાંભા, ધારી, બગસરા, બાબરા, અમરેલી સીટી, અમરેલી તાલુકા, લીલીયા તથા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૯૭ ગુન્હાઓર્ં રજી. કરાવવામાં આવેલ છે.

બિનજરૂરી કામ વગર જાહેરમાં તથા ધાર્મિક સ્થળોએ ભેગા થઇ ટોળા વળી જાહેરનામાનો ભંગ કરતાં ૪૦ ઇસર્મોં સામે દામનગર, સાવરકુંડલા ટાઉન, લાઠી તથા અમરેલી સીટી પો.સ્ટે.માં ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૧૩ ગુન્હા રજી. થયેલ છે.

માસ્ક પહેર્યા વગર તથા સેનીટાઇઝર સાથે નહીં રાખી મુસાફરી કરતાં મળી આવી જાહેરઙ્ગ આરોગ્ય સાથે ચેડાં કરતાં ૪ ઇસમો વિરૂધ્ધ દામનગર, લાઠી તથા વંડાઙ્ગ પો.સ્ટે.માં ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૪ ગુન્હાઓર્ં રજી. કરવામાં આવેલ છે.

આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફથી બહાર પાડવામાં આવેલ જાહેર આરોગ્ય અંગેના જાહેરનામાનો ભંગ કરતા ૪ ઇસમો વિરૂધ્ધ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૪ ગુન્હા રજી. કરવામાં આવેલ છે.

દુકાનો ખુલ્લી રાખી, ટોળા ભેગા કરી, દુકાનમાં સેનીટાઇઝર કે માસ્કની વ્યવસ્થા નહીં રાખી જાહેરનામાનો ભંગ કરતા ર ઇસમો વિરૂધ્ધ દામનગર તથા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ર્ંર ગુર્ન્હાં રજી. કરવામાં આવેલ છે.

અનઅધિકૃત રીતે અસરગ્રસ્ત વિસ્તારમાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશ કરતાં ૬ ઇસમો વિરૂધ્ધ સાવરકુંડલા રૂરલ તથા ડુંગર પોલીસ સ્ટેશનમાં ૬ ગુન્હા રજી. કરવામાં આવેલ છે.

આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લા પોલીસ કાર્યશીલ છે.

(1:18 pm IST)