સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

મોરબી બેલા પાસે ૧૩ બોટલ દારૂ સાથે મુસ્તાક પકડાયો

મોરબી,તા.૯ : મોરબી તાલુકા પોલીસ બેલા ગામની સીમમાંથી પસાર થતા મોટરસાયકલચાલક પાસેથીદારૂનો જથ્થો જપ્ત કરી એકની ધરપકડ કરી છે જયારે એક શખ્શ નાસી છુટ્યો હતો.

 મોરબી તાલુકા પોલીસ ટીમે બેલા ગામની સીમમાંથી પસાર થતા મોટરસાયકલને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૧૩ બોટલ કીમત રૂ ૩૯૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે મોટરસાયકલ અને દારૂ સહીત કુલ રૂ ૪૩,૯૦૦ ની કિમતના મુદામાલ સાથે આરોપી મુસ્તાક હારૂન રાઉંમાં રહે મોરબી બાયપાસ દલવાડી સર્કલ વાળાને ઝડપી લીધો છે જયારે અન્ય આરોપી નાસી જતા તેની સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

(1:35 pm IST)