સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

હું સાંભળી નથી શકતો પરંતુ મારૂ એક માસનું પેન્શન રૂ.૧૭૪૩૩ મુખ્યમંત્રી રાહતનીધિમાં અર્પણ

જુનાગઢનાં ૭૮ વર્ષના નવનીત રાય દ્વારા કોરોનાની લડાઇમાં યોગદાન

જૂનાગઢ,તા.૯: સૌરભભાઈ કલેકટર જૂનાગઢ મારૂ નામ નવનીતરાય  મણીશંકર ક્ષોત્રિય છે . ઉમર ૭૮  વર્ષની છે, હું સાંભળી નથી શકતો એટલે આપશ્રીને આ પત્ર લખું છું, હું એકલો જ છું. કોઈ નથી.

હું નાનો પેન્શનર છું. મારા ગયા માસ ની પેન્શન ની રકમ રૂ.૧૭૪૩૩ તે એક માસના પેન્શનની પૂરી રકમ આપના દ્વારા કોરોના રાહત ફંડમાં આપવાની ઇચ્છા લાગણી છે. જેથી આ પત્રની સાથે ચેક પાઠવું છું, જૂનાગઢના નવનીતરાય દ્વારા કલેકટર ડો. સૌરભ પારધીને તેમના શબ્દોમાંજ અક્ષરસહ લખાયેલા આ પત્ર છે. પત્ર ની સાથે તેઓ ચેક આપવા કલેકટર ઓફિસે પહોંચી નિવાસી અધિક કલેકટર ડી. કે. બારિયાને ચેક અર્પણ કરે છે. જૂનાગઢ ના ૭૮ વર્ષિય નવનીત ભાઈની આ ખુમારી છે . એટલે જ તો સૌરાષ્ટ્રને સંત સુરા અને દાતારોની ભૂમિ કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લામાંથી અત્યાર સુધીમાં દાતાઓ સેવાભાવીઓ દ્વારા કુલ રૂ. ૮૫.૯૪ નું દાન મળી ચૂકયું છે.

(1:14 pm IST)