સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

જુનાગઢનાં સક્કરબાગ ઝૂમાં આઠ દિવસમાં ૧૭ સિંહ બાળનું અવતરણ

બે સિંહણનાં પરિવારમાં વધારો થતા આનંદો

જુનાગઢ : તસ્વીરમાં સિંહણ તથા સિંહબાળ નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

જૂનાગઢ તા. ૯ :.. જુનાગઢન સક્કર બાગ ઝૂમાં આઠ દિવસમાં ૧૭ સિંહ બાળનું અવતરણ થયુ છે. જેના પગલે બે સિંહણનાં પરિવારમાં વધારો થતાં ઝૂ નાં કર્મચારીઓમાં આનંદોત્સવ છવાય ગયો છે.

હાલ કોરોના મહામારીનું સકંટ વિશ્વભરમાં પ્રવર્તે છે. અને ન્યુયોર્કનાં એક ઝૂ ની વાઘણમાં પણ કોરોનાનાં લક્ષણ જોવા મળતાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.

પરંતુ જૂનાગઢ ઝૂ માં સિંહ પરિવારમાં ઉતરોતર વધારો નોંધાયો છે. મંગળવારની રાત્રે જુનાગઢનાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક સિંહે ત્રાકુડા નામના નર થકી એક બે નહિ પરંતુ એકી સાથે ૬ બચ્ચાને જન્મ આપેલ. જેમાં પાંચ માદા અને એક નર સિંહ બાળ છે.

આ તમામ બાળ સિંહનું તેની માતા તો સાર સંભાળ રાખી રહી છે. જેની સાથે ઝૂ તંત્ર દ્વારા પણ તાજા જન્મેલા સિંહ બાળની સીસી ટીવી કેમેરાથી દેખરેખ રાખવામાં આવી રહી છે.

અન્ય એક સિંહે પણ ઝૂ મા બે બચ્ચાને જન્મ આપતાં એક જ દિવસમાં ૮ સિંહ બાળનંુ અવતરણ થયુ છે. આમ છેલ્લા ૮ દિવસમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કુલ ૧૭ બચ્ચાનો જન્મ થયો છે.

સક્કરબાગ ઝૂ માં છેલ્લે નર - માદાની ચાર જોડીનું એક સાથે સંવનન થતાં એક સાથે ચાર સિંહણો ટૂંકા ગાળામાં માતા બની હોવાની વિરલ ઘટના બની છે.

(1:13 pm IST)