સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

ધારાસભ્યોની ગ્રાંટના કાપથી રાજ્યના વિકાસ કામો અટકી જશેઃ બેકારી વધશે

પગાર કાપવાના નિર્ણયના સમર્થન સાથે ગ્રાંટ કાપવાનો નિર્ણય વખોડતા ધારાસભ્ય ઠુંમર

સાવરકુંડલા, તા.૯: કોરોના વાયરસના કારણે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સાંસદો તેમજ ધારાસભ્યને મળતી ગ્રાન્ટ એક વરસ સુધી નહિ આપવામાં આવે તેવું જાહેર કર્યું છે તેમજ સાંસદ અને ધારાસભ્ય ને મળતો પગારમાં કાપ મુકવામાં આવ્યો છે કોરોના વાયરસના મહામારી સામે આર્થિક સરકાર દ્વારા આ આર્થિક પગલાં લેવામાં આવ્યા છે.

લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ધારાસભ્યની ગ્રાન્ટ એક વરસ સુધી બંધ કરવાના રાજય સરકારના નિર્ણયને ગેરવ્યાજબી ગણાવી વિકાસમાં અવરોધ સાબિત થશે કારણ કે એક વરસ સુધી જો ધારાસભ્ય ને મળતી ગ્રાન્ટ નહિ આપવામાં આવે તો દરેક ધારાસભ્ય પોતનાં વિસ્તારમાં વિવિધ વિકાસના કામો કેવી રીતે કરી શકશે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો કરવામાં ધારાસભ્યની ગ્રાન્ટ તેમજ એટીવીટી અને તાલુકા તેમજ જિલ્લા આયોજનની ગ્રાન્ટ વધુ ઉપયોગી થતી હોય છે

રાજય સરકાર દ્વારા આ બાબતે ફેરવિચારણા કરવી જોઈએ તેવી અંગત લાગણી ધારાસભ્ય દ્વારા વ્યકત કરવામાં આવીઙ્ગ છેઙ્ગ

ઠુંમરે વધુમાં જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા ધારાસભ્યનો પગાર કાપવાનું નક્કી કર્યું છે તેને આવકારું છુ પણ સાથે સાથે રાજય સરકારના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા સનદી અધિકારીઓ તેમજ કલાસ વન અને ટુ કક્ષાના તમામ અધિકારીઓનો પણ પગાર કાપવો જોઇએ. તેમ અંતેમાં જણાવેલ છે.(

(1:28 pm IST)