સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

ગીર સોમનાથ જિલ્લામાં અન્ય રાજ્ય /જિલ્લા ૧૭૨૦૫ પ્રવાસી આવ્યા ૪૯૦નું હોમ કોરોન્ટાઇન પૂર્ણ

પ્રભાસ પાટણ,તા.૯: ગીર સોમનાથ જિલ્લામાં હાલમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવે છે,ઙ્ગજીલ્લાની સરહદો શીલ કરવામાં આવેલ છે,ઙ્ગ૪૦ થી વધુ પોલીસ વિભાગની ચેક પોસ્ટ કાર્યરત છે,જીલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ,ઙ્ગજિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર,મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ચેતન મહેતાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્રારા કોરોના વાયરસના સંક્રમણ ફેલાવાને અટકાવવા કામગીરી થઈ રહી છે.

ગીર સોમનાથ જિલ્લામાં અન્ય રાજય/જિલ્લાંમાંથી આવેલ વેરાવળ તાલુકામાં ૪૫૫,ઙ્ગસુત્રાપાડા તાલુકામાં ૪૩૯,ઙ્ગતાલાળા તાલુકામાં ૩૯૭૬,ઙ્ગકોડીનાર તાલુકામાં ૩૨૬૦,ઙ્ગઉના તાલુકામાં ૭૬૯૩ અને ગીરગઢડા તાલુકામાં ૧૩૮૨ પ્રવાસીઓ નોંધાયા છે. જે માંથી ૪૯૦ પ્રવાસીઓ એ કોરોન્ટાઈન પૂર્ણ કરેલ છે,ઙ્ગ૧૬૭૧૫ હોમ કોરોન્ટાઈનમાં છે.

વિદેશથી આવેલ પ્રવાસી ૨૨૦ માંથી ૨૦૯ પ્રવાસીઓએ હોમ કોરોન્ટાઈન પૂર્ણ કરેલ છે,ઙ્ગહોમ કોરોન્ટાઈનમાં ૧૧ વિદેશ પ્રવાસીઓ છે,ઙ્ગકવોરોન્ટાઈન ફેસેલીટી ખાતે ૧૯ પ્રવાસીઓને રાખવામા અત્યાર સુધીમાં આઈસોલેશનમાં ૨૫ દર્દીઓને રાખવામાં આવ્યા હતા જેમાંથી ૨૩ દર્દીઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને રજા આપવામાં આવી છે. આજે ૩ દર્દીના કોરોના વાયરસના રિપોર્ટ નેગેટીવ આવતા આઈસોલેશન માંથી રજા આપવામાં આવેલ છે.

(11:46 am IST)