સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

અમરેલીમાં કોરોનાના પગપેસારાની દહેશતઃ યુવકના સેમ્પલ પરિક્ષણમાં મોકલાયા

 અમરેલી તા.૮: અમરેલીમાં કોરોનાના પગપેસારાની દહેશત વચ્ચે યુવકના સેમ્પલ પરિક્ષણમાં મોકલાયા છે.

અમરેલીના જુના માર્કેટ યાર્ડમાં કામ કરતા એક ૩૧ વર્ષના એક યુવાનને કોરોનાના લક્ષણો જણાતા  તેને દાખલ કરી તેના સેમ્પલ તપાસ માટે મોકલી દેવાયા છે. આ દર્દી લાઠી રોડ પર આવેલ સનફલાવર રેસીડેન્સીમાં રહે છે. આજે બપોરે તેનો રિપોર્ટ આવ્યા પછી વધારે ખ્યાલ આવશે તેમ ડો. ભરત કાનાબારએ જણાવ્યુ છે.

(11:44 am IST)