સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપ વચ્ચે કચ્છનાં કંડલા-ગાંધીધામમાં કમોસમી છાંટા

રાજકોટ તા. ૯ :.. સૌરાષ્ટ્રમાં ધોમધખતા તાપ વચ્ચે કાલે બુધવારે કચ્છમાં અચાનક હવામાનમાં પલ્ટો આવ્યો છે. અહીં જુદા જુદા વિસ્તારોમાં ગોરંભાયેલા વાતાવરણ સાથે કમોસમી છાંટા વરસતા આશ્ચર્ય સર્જાયું  હતું. ભરઉનાળે ચૈત્ર મહિનામાં વરસાદી ઘટા છવાતાં લોકો નવાઇ પામ્યા હતાં. કચ્છનાં ગાંધીધામ, અંજાર, કંડલા સહિતનાં વિસ્તારોમાં કાલે સાંજે ચાર વાગ્યા  બાદ વાદળછાયું વાતાવરણ થઇ ગયુ હતું. દરમિયાન કમોસમી છાંટા વરસવા લાગતા વાતાવરણ વરસાદી બની ગયું હતું. જયારે ભુજમાં ગોરંભાયેલા વાતાવરણ સાથે વરસાદ પડે તેવો માહોલ છવાયો હતો. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં કમોસમી માવઠું વરસ્યુ હતું.

જયારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં બપોરે ગરમી સાથે તડકો પડયો હતો.

ગઇકાલે રાજયમાં  સૌથી વધુ મહત્તમ તાપમાન ડીસામાં ૪૦.૧, રાજકોટ ૩૯.ર, સુરેન્દ્રનગર ૩૯.૮, કંડલા એરપોર્ટ ૩૮ પોરબંદરમાં ૩૩.૬ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું.

જામનગર

જામનગર : આજનું હવામાન ૩ર.પ મહત્તમ, ૩ર.પ મહત્તમ રર૪ લઘુતમ ૮૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧.૭ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

ફસાયેલા કામદારોની મદદ માટે અલ્હાબાદના સાંસદની મોરબી-કચ્છના સાંસદ વિનોદ ચાવડાને અપીલ

ભુજ, તા. ૯ અલ્હાબાદના સાંસદ રીટા બહુગુણા જોષીએ મોરબી-કચ્છના સાંસદ વિનોદ ચાવડાને ફોન કરીને મદદરૂપ બનવા અપીલ કરી છે.

કોરોના મહામારીને લઇને રાજયમાં સરકાર અને જન પ્રતિનિધિઓ એલર્ટ છે તેવી વાસ્તવીક ઘટના સામે આવી છે, અલ્હાબાદના સાંસદ શ્રી રીટા બહુગુણા જોષીનો કચ્છના સાંસદ શ્રી વિનોદ ચાવડાનો ટેલીફોનીક સંપર્ક કરી સાંધી સીમેન્ટ, સાંધીપુરમ વાયોર અબડાસામાં તેમના મત વિસ્તારના ૩૦૦થી વધુ કામદારો ફસાયેલ છે અને તેમને કોઇ સવલત નથી મળી તેવો ફોન કોલ આવતા તેઓ તરત અબડાસા પ્રાંત અધિકારીશ્રી ઝાલાનો સંપર્ક કરી વિગતવાર જણાવતા તેમણે તરત પોતાની ટીમ સાંધીપુરમ મોકલાવી તપાસ કરી હતી. સાંધી સીમેન્ટના જવાબદાર પદાધિકારીઓ તથા તેમના પેટા કોન્ટ્રાકર શ્રી બ્રિજેશ નિસાદ પાસેથી પૂરી વિગત મેળવી હતી. ૩૦૦ મજૂરો એકદમ સહી સલામત છે તેમનું મેડીકલ ચેકઅપ રેગ્યુલર થયેલ છે. તેમને પૂરતું રાશન આપવામાં આવેલ છે અને તેમને પોતાના તન જવાનું હોઇ તેમણે સાંસદશ્રીને રજુઆત કરી હતી. પરંતુ હાલના લોકડાઉનમાં તેમને વતન મોકલવાનું શકય જ ન હોવાથી તેમને સમજાવવામાં આવેલ છે. જેવો મેજીસ્ટ્રેટનો જવાબ લેખીત અને ટેલીફોનીક મળતા સાંસદે પૂરી માહિતી સાંસદશ્રી રીટા બહુગુણા જોષીને આપી દરેક વ્યકિતઓની ગુજરાત સરકાર પૂરતો ખ્યાલ અને ખેવના રાખે છે તેમ જણાવ્યું હતું અને ૩૦૦ જેટલા મજૂરોને પણ વિશ્વાસ અપાવ્યો હતો કે તેમને કોઇ તકલીફ નહીં થાય અને તેમની સાથે સાંસદશ્રી પણ ટેલીફોનિક સંપર્કમાં રહેશે તેમ સાંસદ વિનોદભાઇએ જણાવ્યું હતું.

(11:46 am IST)