સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

ઉનાના નાથડમાં ઉનાળાના પ્રારંભે ટીટોડીએ ખેતરમાં ઇંડા મુકયાં

પર્યાવરણ પ્રેમીઓ કહે ગ્લોબલ વોર્મીંગની પક્ષીઓ ઉપર અસરનો પ્રથમ કિસ્સો

ઉના,તા.૯: ગ્લોબલ વોર્મિંગની અસર પક્ષીઓમાં આવતા ઉનાળાના પ્રારંભે ઉનાના નાથડ ગામે ટીટોડીએ ખુલ્લા ખેતરમાં ઇંડા મૂકયા પ્રથમ ઘટના બની છે.

ગ્લોબલ વોર્મિંગની અસર પક્ષીઓ મા થઈ થઈ હોય તેમ સામાન્ય રીતે વૈશાખ-જેઠ માસમાં ટીટોડી ઇંડા મૂકે છે તેના બદલે ચૈત્ર માસના દનૈયામા કાળજાળ ગરમીમાં ઉના તાલુકાના નેશનલ હાઈવે ૮ ઇ પર આવેલા નાથડ ગામે પાંચાભાઈ દમણિયાનાં ખેતરમાં ટીટોડી એ ઇંડા મૂકતા અચરજ ફેલાવા પામી છે. પ્રાણીઓ મા તો ગ્લોબલ વોર્મિંગ ની અસર છેલ્લા ૧૫ વરસથી જોવા મળતી પરંતુ પક્ષીઓમા આ પ્રથમ ઘટના બની હોય તેમ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જણાવાય રહ્યુ છે.

ગ્લોબલ વોર્મિંગ ની અસર વન્ય પ્રાણીઓમા અને ખાસ કરીને સિંહોમા- કૂતરાઓ સહિતના ચોગા પગા પ્રાણીઓ ચોમાસા દરમિયાન બરચાઓને જન્મ આપતા હાલ ઘાસચારામાં દવાઓના છંટકાવ અને બાજરો-ઘઉં મા દવાઓના છંટકાવ નાં કારણે તૃણભક્ષી પ્રાણીઓ દવારા ખેતરોમાં દવા છાંટેલ ઘાસ બાજરો સહિતની મોલાત ખાતા અને તેનો શિકાર કરતા સિંહોના ઋતુ ચક્રમાં ફેરફાર થતા સિંહો પણ બારેમાસ પ્રજનન કરતા થયાનું ૧૫ વર્ષથી જોવા મળે છે પરંતુ નદી કાંઠે વસવાટ કરતી ટીટોડી નાં ઋતુ ચક્રમાં પ્રથમ ઘટના બની હોવાનું પર્યાવરણ પ્રેમી ભીખુભાઈ બાટાવાળા એ જણાવ્યુ હતુ.

(11:39 am IST)