સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

પ્રભાસપાટણમાં દવા છંટકાવની કામગીરી ગતિમાં

 પ્રભાસપાટણઃ સોમનાથ-પ્રભાસ-પાટણમાં વર્તમાન કોરોના વાયરસની વિષમ પરિસ્થિમિાં નગરપાલિકાના કારોબારી સભ્ય રાજુભાઇ ગઢીયા નગરપાલિકા સ્ટાફ સાથે પ્રભાસ-પાટણના જાહેર રોડ અને સ્પ્રે.વાનની પાઇપ જયાં સુધી પહોંચી શકે ત્યાં સુધી ગલીઓના નાકાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી સોડીયમ હાઇપો કલોરાઇડ કીટાણુ નાશક દવાઓનો સ્પ્રે ઠેર-ઠેર કરાવી કોરોનાથી બચવા સરકારરી તરફથી નિદેર્શ કરાયેલા પગલાઓમાં ખડેપગે સેવા બજાવી લોકડાઉનના સમયમાં  સત્તાવાળાઓ સાથે સંપર્ક રાખી લોકઉપયોગી સેવા કાર્ય બજાવી રહેલ છે. નગરપાલિકાના સભ્ય જયદેવ જાની પણ આ સેવાઓમા કાર્યરત રહે છે.

(11:34 am IST)