સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

રાત્રે જુનાગઢની મહિલાનું સેમ્પલ પરિક્ષણ માટે મોકલાયુઃ ૩ નેગેટીવઃ એક શંકાસ્પદ દર્દી સારવારમાં

જુનાગઢ તા. ૯ : રાત્રે જુનાગઢની એક મહિલાનું સેમ્પલ મોકલવામાં આવેલ છે ગઇકાલે મોકલાયેલ ત્રણ સેમ્પલનુ રીઝલ્ટ મોડી રાત્રે નેગેટીવ આવ્યું છે.

જો કે એક શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ ડીડીઓ પ્રવિણ ચૌધરીના જણાવ્યા મુજબ મંગળવારે ત્રણ દર્દીના સેમ્પલ ભાવનગર ખાતે મોકલવામાં ગઇ મોડી રાત્રે આ ત્રણેય સેમ્પલનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

જોકે બુધવારની રાત્રે જુનાગઢ શહેરની એક મહિલાનું સેમ્પલ લેવામાં આવેલ જે પૃથકકરણ માટે ભાવનગર મોકલવામાં આવેલ છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

સરકારી ફેસીલીટીમાં બે વ્યકિત કવોરન્ટાઇન છે અને હોમ કવોરન્ટાઇનમાં કુલ ૬૬ વ્યકિત છે અત્યારે હોસ્પીટલમાં ચાર દર્દી સારવારમાં છે જેમાં ત્રણના નેગેટીવ રિપોર્ટ આવ્યા છે એક શંકાસ્પદ દર્દી છે જેનો રિપોર્ટ આજે આવશે.

અત્યાર સુધી જુનાગઢ ખાતેથી કુલ ૧૬ સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવેલ જેમાં જેમા ૧પ નેગેટીવ આવતા તંત્રએ રાહત અનુભવી છે.

૧૪ હોમ કવોરન્ટાઇન કુલ ૩૯ર લોકોએ પૂર્ણ કર્યા છે. જેના ૧પ૬ ગ્રામ્ય અને ર૧૧ શહેરી લોકોના સમાવેશ થાય છે.

(11:34 am IST)