સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

સાવરકુંડલા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી-ઇન્ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા પોલીસ સલામ કાર્યક્રમ અંતર્ગત મેડિકલ ચેકઅપ કેમ્પ

સાવરકુંડલા,તા.૯: કોરોના વાઈરસથી નાગરીકોને બચાવવા માટે ચાલી રહેલ લોકડાઉન ની અમલવારી કરાવતા પોલીસ કર્મચારીઓ સતત જાણ્યા અજાણ્યા અનેક લોકોના સંપર્કમાં હોય છે.કોરોના વાયરસ ફેલાવાની ગંભીર પરીસ્થિતિમાં પણ જાનનાં જોખમે સતત ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓનાં આરોગ્યની ચકાસણી કરવા માટે પોલીસ સલામ કાર્યક્રમ અંતર્ગત ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી અને ઇન્ડીયન મેડીકલ એસોસીએશન સાવરકુંડલા દ્વારા મેડીકલ ચેક અપ કેમ્પનુ સુંદર આયોજન  એસોસિએશનનાં પ્રમુખ ડોકટર જે.બી વડેરાની હોસ્પિટલ ખાતે કરાયું હતું.

આ આરોગ્ય ચકાસણી કેમ્પમાં સાવરકુંડલા શહેર માં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓનુ મેડીકલ ચેક અપ કરવામા આવ્યુ હતુ. અહી પોલીસ સલામ. કાર્યક્રમ અંતર્ગત પોલીસ કર્મચારીઓનુ પુષ્પ ગુચ્છથી અભિવાદન પણ કરવામા આવ્યુ હતુ. મેડીકલ ચેક અપ માં માનવતા વાદી ડોકટર શ્રી જે.બી વડેરા અને ડો.અમી પાંધી દવારા ચેકઅપ કરવામાં આવેલ. પોલીસ સલામ કાર્યક્રમ નુ સુંદર આયોજન રેડ ક્રોસ સોસાયટી નાં ચેરમેન ડોકટર જે.બી વડેરા અને સેક્રેટરી મેહુલભાઇ વ્યાસ દ્વારા કરવામાં આવ્યુ હતુ. ગંભીર પરીસ્થિતિ માં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનાં સ્વાસ્થ્ય માટે મેડિકલ ચેક અપ કેમ્પનુ આયોજન કરવા બદલ પી.આઈ. આર. આર. વસાવાએ રેડક્રોસ સોસાયટી અને ઈન્ડિયન મેડિકલએસોસિયેશન  સાવરકુંડલા બ્રાન્ચ નો આભાર વ્યકત કર્યો હતો.

(11:31 am IST)