સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th April 2020

જસદણમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ૩૦૦ જરૂરિયાતમંદ પરિવારોને ભોજન

જસદણ તા.૯ : દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઇ (સર્વોચ્ય ધર્મગુરૂ) ડો. સૈયદના અબુ  જાફરૂસસાદીક આલિકદર મુફદ્દલ સૈફુદ્દિન (ત.ઉ.શ.) તરફથી શહેરમાં વસતાં અંદાજે ૩૦૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને ભોજન અપાયું હતું ડો. સૈયદના સાહેબ દ્વારા અલ ફેઝુલ મવાઇદુલ બુરહાનીયા મારફત દેશ અને દુનિયાના કોઇ પણ ખુણે વસતાં વ્હોરા પરિવારને બારેમાસ ટીફીન મળી રહે તે માટેની વ્યવસ્થા છે પણ હાલ કોરોના વાઇરસ લોકડાઉન પરિસ્થિતિને લઇ આ સેવા બંધ છે. પણ આજે જસદણ સહિત પોતાની જ્ઞાતિને નહિ પણ અન્ય જ્ઞાતિના જે જરૂરીયાત વાળા પરિવારોને ગરમા ગરમ ભોજન અંદાજે ૩૦૦ જેટલા પરિવારોને ભોજન અપાયું હતું ખાસ કરીને ઉડીને આંખે વળગે એવી બાબત એ હતી કે જસદણમાં આ ભોજન બનાવવા અને વહેચણી કરવા માટે વહીવટી તંત્રની મંજુરી આ ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સના ચુસ્ત અમલથી ફુડ પેકેટ અપાયાં હતાં આ અંગે જસદણ દાઉદી વ્હોરા સમાજના સેવાભાવી યુવા કાર્યકર મુસ્તફાભાઇ એચ. ભારમલ (મો.૯૧૭૩૦ ૦૪૦પર) ઉપર સંપર્ક  કરવા જણાવ્યું છે.

(11:30 am IST)