ગોંડલમાં પોલીસની ફલેગ માર્ચ
ગોંડલમાં તહેવારોના કારણે લોકો બીન જરૂરી ઘરની બહાર ન નિકળે અને કોઇ મંદિર કે મસ્જીદમાં વધારે પ્રમાણમાં માણસો એકત્રીત ન થાય અને લોકડાઉનનો સંપુર્ણ પણે અમલ થાય તે હેતુથી જિલ્લા પોલીસ વડા બલમરામ મીણાનોા માર્ગદર્શન હેઠળ, ગોંડલ ડીવાયએસપી પી. એ. ઝાલા, એલ.સી.બી. પો.ઇન્સ. એમ. એન. રાણા તથા પો. ઇન્સ. ગલોંડલ કે. એન. રામાનુજ, તથા પો.સબ. ઇન્સ. ગોંડલ તાલુકા એ.વી. જાડેજાની આગેવાનીમાં એલ.સી.બી. તથા ગલોંડલ સીટીના પોલીસ સ્ટાફ સાથે ગોંડલ શહેર વિસ્તારમાં ફલેગ માર્ચ કરવામાં આવેલ અને નોવેલ કોરોના વાયરસ (COVID-19) ના કારણે ચાલી રહેલ લોકડાઉનનું પાલન કરવા અને ઘરની બહાર નહીં નિકળવા માટે માઇક દ્વારા એલાઉન્સ કરી લોકોને સમજ આપવામાં હતી. તસ્વીરમાં ફલેટમાર્ચમાં પોલીસ કાફલો દૃશ્યમાન થાય છે.