સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th April 2019

ભાવનગરમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી :

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ નિમિતે ભીડભંજન મહાદેવ મંદિર ખાતે જનરલ હેલ્થ ચેકઅપ અને ડાયાબીટીસ, બીપી માટે નિદાન કેમ્પ યોજાયો હતો. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો. ત્યારબાદ અલંગ ખાતે રેડક્રોસના તમામ વિભાગો દ્વારા આરોગ્ય પ્રદર્શન, હેલ્થ ચેકઅપ તથા સનસ્ટ્રોકથી બચવા માટે છાશનું વિતરણ કરવામાં આવેલ હતુ. સમગ્ર દિવસ દરમિયાન ૮૦૦ થી વધુ લોકોએ રેડક્રોસની સેવાનો લાભ લીધો હતો. આરોગ્ય દિન ઉજવણીની તસ્વીરો.

(11:57 am IST)