સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th March 2021

જુનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી યોગી સ્વરૂપ સ્વામીની ગોંડલ અક્ષર મંદિર ખાતે અંતિમવિધિ : જુનાગઢ બીએપીએસ મંદિર ખાતેથી મોટી સંખ્યામાં હરિભક્તોની હાજરીમાં અંતિમ દર્શન સાથે પાલખી યાત્રા :બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો માં ઘેરો શોક : જુનાગઢ રાજકોટ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં હરિભક્તોએ અંતિમ દર્શન કર્યા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી: બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના પૂજ્ય શ્રી કલ્યાણ મૂર્તિ સ્વામી તથા પૂજ્ય શ્રી ધર્મવિનય દાસ સ્વામીએ ઘેરા શોકની લાગણી સાથે જણાવેલ કે જુનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી તેમજ રાજકોટ કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી શ્રી યોગીસ્વરૂપ સ્વામી સોમવારના સાંજે બ્રહ્મલીન થયા હતા જે સમાચાર

બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો માં ઘેરો શોક છવાઈ ગયો

સોમવારે રાત્રિના 8 વાગ્યા થી દસ વાગ્યા સુધી જુનાગઢ બીએપીએસ મંદિર ખાતે દર્શન માટે રાખવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભારે શોક છવાઈ ગયો હતો આ સમયે પાલખી યાત્રા દ્વારા બીએપીએસ મંદિર ની પરિક્રમા કરવામાં આવી હતી અને જુનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર થી રાજકોટ જવા માટે રવાના થયા હતા

પૂજ્ય શ્રી કોઠારી સ્વામી ધર્મવિનયસ્વામી પૂજ્ય શ્રી કલ્યાણમૂર્તિ સ્વામી તેમજ સૌમ્યમૂર્તિ સ્વામી તેમજ અખંડ ચિંતન સ્વામી  તેમજ અન્ય સદગુરુ સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને  પૂજ્ય સદગુરુ બ્રહ્મલીન સ્વામી શ્રી યોગી સ્વરૂપ સ્વામી ને વિદાય અશ્રુની ધારા સાથે આપી હતી

 

આજે રાજકોટ ખાતે મંગળવારે સવારે ૭થી ૯ બીએપીએસ મંદિર કાલાવડ રોડ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા જેમાં પણ મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો

બાદ ગોંડલ અક્ષર મંદિર ખાતે અગ્નિ સંસ્કાર વિધિ સવારે 11 થી 12 ની વચ્ચે રાખવામાં આવેલ હતી

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લેનાર અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરી મહંતસ્વામી મહારાજના અતિ કૃપાપાત્ર અને સાધુતાએ સંપન્ન વડીલ સંત પૂ. યોગીસ્વરૂપ સ્વામી સોમવાર ના રોજ , સાંજે ૪:૩૦ કલાકે હાર્ટ એટેક આવવાને કારણે ૭૨ વર્ષની વયે ધામમાં પધાર્યા હતા

રાજકોટમાં શરૂઆતના સમયમાં ખૂબજ વિષમ પરિસ્થિતિમાં પણ ૩૮ વર્ષ સુધી સેવા કરીને શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરી સત્સંગનો અનેરો વિકાસ કર્યો હતો. ત્યારબાદ છેલ્લા ૮ વર્ષથી જૂનાગઢ મંદિરમાં મહંત તરીકે સેવા આપી રહ્યા હતા.

સેવા , સાદગી , સંયમ અને સમજણ જેવા અનેક ગુણોથી સંતો - ભક્તોનો રાજીપો મેળવનાર આદર્શ સંતની વિદાયથી બી.એ.પી.એસ. સંસ્થાને બહુ મોટી ખોટ પડી છે. પ.પૂ. મહંતસ્વામી મહારાજે પણ તેઓની સેવા - ભક્તિને બિરદાવી આશીર્વાદ પાઠવ્યા છે.*

પ.પૂ. મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી તેઓની અંતિમ દર્શન વ્યવસ્થાનું આયોજન નીચે મુજબ કરેલ હતું

જૂનાગઢ ખાતે  અંતિમદર્શન લાભ ગઈકાલે મોટી સંખ્યામાં હરિભક્તોએ લીધો હતો અને ઘેરા શોકની લાગણી સાથે અમે હરિભક્તોના આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી હતી

  

રાજકોટ ખાતે અંતિમદર્શન લાભ આજે એકાદશી ના પવિત્ર દિવસે સવારે ૭ :૦૦ થી ૯:૦૦ સુધી અંતિમ દર્શન રાખવામાં આવ્યા હતા

મહાતીર્થધામ અક્ષરમંદિર ગોંડલ ખાતે અગ્નિસંસ્કાર વિધિ સદગુરુ સંતોની હાજરીમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે અગ્નિ સંસ્કાર વિધિ કરવામાં આવી હતી આ સમયે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો ગોંડલના કોઠારી સ્વામી  કાકા સ્વામી  અપૂર્વમુની સ્વામી તેમજ ધામે ધામના  સંતો મોટી સંખ્યામાં   ઉપસ્થિત હતા

 

તસવીર કિશોરભાઈ રાઠોડ ધોરાજી

(5:15 pm IST)