જેતપુરના નાના ચોક વિસ્તારમાં જૂગાર રમતા ૩ પુરૂષો ૧ મહિલા ઝડપાઇ
(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૯ :.. નાઇટ પેટ્રોલીંગમાં પોલીસ સ્ટાફ નીકળેલ દરમ્યાન નાના ચોક વિસ્તારમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે નાના ચોક વિસ્તારમાં હિનાબેન શેખના રહેણાંક મકાન પાસે જૂગાર અંગેની રેડ કરતા જાહેરમાં તીનપતીનો જૂગાર રમતા બચુ જીણાભાઇ વઘાસીયા (રહે. અમરનગર રોડ, વેકરીયા નગર) આરીફ ઓસમાણભાઇ મકવાણા (રહે. હુસેની ચોક) હિતેન્દ્ર દલપતભાઇ વૈદ (રહે. તીરૂપતી સોસાયટી) તેમજ એક મહિલા હીનાબેન ઘનશ્યામભાઇ શેખ (રહે. ગોંડલ) ને રોકડા રૂપિયા પ૩૦૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ.
અત્રે ઉલ્લેખનીય છે કે હોળીનો તહેવાર નજીક આવતો હોય રાત્રે પારંપરીક રમતના નામે મોટાપાયે નાળીયેરનો જૂગાર રમાતો હોય છે. મોડી રાત સુધી રાડો પાડી લોકોને ડિસ્ટર્બ કરતા હોય છે. પોલીસ આવા જુગારને ડામે તેવી લોકમાંગ ઉઠી છે.