સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th March 2021

મીઠાપુર ટી સી એસ આર ડી દ્વારા દ્વારકામાં ઉદ્યોગ સાહસીકતાની પહેલ

મીઠાપુરઃ દેવભુમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર ગામે આવેલી ટાટા કેમિકલ્સ લીમીટેડ સાથે સંકળાયેલી અને અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતી એવી ટી સી એસ આર ડી સંસ્થા દ્વારા પવિત્ર યાત્રાધામં ખાતે ઉદ્યોગ સાહસિકતાની પહેલ સાથે આત્મનિર્ભરતાને પ્રોત્સાહન પુરૂ પાડવાના શુભ ઉદ્ેશ્યથી મહિલા એચ એસ જી.દ્વારા સંચાલિત ફુડસ ફાઉન્ડેશન અને દિવ્યાંગજને દ્વારા સંચાલિત નિરંતર મસાલા યુનીટ શરૂ કરવામાં આવ્યું છે આ પ્રયાસથી જીલ્લામાં બે નવા વ્યવસાયોને જન્મ અપાયો છે. દ્વારકેશ ફુડસ ફાઉન્ડેશન કે જેનું સંચાલન કરતા મહિલાઓ કરે છે તથા નિરંતર ગ્રુપ મસાલા યુનિટ કે જેનું સંચાલન દિવ્યાંગ સભ્યો કરે છે. આ એકમોનું ઉદ્દઘાટન ગત તા. ૩ કે જે ફાઉન્ડરસ ડેની ઉજવણી  ઉદ્યોગપતિ અને વિઝનરી શ્રી જમશેદજી નુસેરવાનજી ટાટાની યાદમાં કરવામાં આવે છે. આ ઉદ્દઘાટન સમારંભમાં પબુભા મણેક, દ્વારકા નગરપાલિકાના સભ્ય જીતુભા માણેક તથા ટાટા કેમિકલ્સના પ્રતિનિધિઓ, ટાટા કેમિકલ્સના વાઇસ પ્રેસિડેન્ટ (ઉત્પાદન) એન.કામથ તથા સી એસ આર એન્ડ સસ્ટેઇનેબીલીટીના ચિફ શ્રીમતી અલ્કા તલવાર જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેઓ કાર્યક્રમમા વચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. (તસ્વીર-અહેવાલ-દિવ્યેશ જટાણીયા મીઠાપુર)

(11:28 am IST)