સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th March 2021

જસદણ સાઇકલ કલબ દ્વારા સાયકલીંગ

જસદણ : સાઇકલ કલબ દ્વારા રવિવારે એન્જોય ધ સાયકલ રાઇડનું ૫ (પાંચ) કી.મી.નું આયોજન કરવામાં આવેલ. જેમાં ૮૦ જેટલા સાયકલ રાઇડર સ્પર્ધકોએ ભાગ લીધેલ. આ રાઈડીંગ આટકોટ રોડ પર આવેલ ડોકટર હાઉસ - કોટડીયા હોસ્પિટલથી શરૂ કરીને ડુંગરપુર સુધી રાખેલ. લીલીઝંડી પી.આઇ. કે.જે રાણા દ્વારા આપવામાં આવેલ સાયકલિંગથી થતા ફાયદાઓ જણાવી સ્પર્ધકોનો ઉત્સાહ વધારેલ તેમજ વિવિધ ક્ષેત્રના રમતવીરો તેમજ પાલિકાના પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણા, સદસ્ય સોનલબેન વસાણી તેમજ ડોકર્ટ્સ ઉપસ્થિત રહેલ અને દરેક રાઈડરોને ચા-કોફી-નાસ્તો ડોકટર હાઉસ-કોટડીયા હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ. ટીમ દ્વારા આભાર વ્યકત કરવામાં આવેલ. આ સાયકલ રાઈડિંગ માટેનું મેનેજમેન્ટ એડવોકેટ - પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ હતું.

(11:27 am IST)