સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 9th March 2021

ભાવનગરના લાખણકા ગામે જંગલ ખાતાના કર્મચારીઓ ઉપરના હુમલા કેસમાં છ આરોપીઓને સજા ફટકારતી કોર્ટ

ભાવનગર,તા. ૯: લાખણકા ગામે જંગલ ખાતાના કર્મચારીઓ ઉપર હુમલા પ્રકરણમાં સંડોવાયેલ ૬ આરોપીઓને જુદી જુદી કલમો હેઠળ અદાલતે સજા ફટકારી હતી.

ગત તા. ૨૭/૧૨/૨૦૧૬ ના રોજ જંગલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અને કામના ફરીયાદી સંજયકુમાર ભાનુભાઇ ભરવાડ તથા બીટ ગાર્ડ પી.બી.ભટ્ટ તથા ગ્રેડ ચોકીદાર પી.એમ.ઝાલા એમ ત્રણેય જણા લાખણકા ગામે સ્મશાન પાસે દરિયા કિનારે જંગલ ખાતાની અનામતવાળી જગ્યાએ રેતી ચોરી કરતા હોવાની બાતમી મળતા તે આધારે ફરીયાદી તથા સાહેદો બનાવવાળી જગ્યાએ જતા બે ત્રણ જણા એક ટ્રેકટરમાં રેતી ચોરી કરી ભરતા હોય અને ફરીયાદીએ ડ્રાઇવરને પકડતા રેતી ભરતા મજુરો જતા રહેલ અને ડ્રાઇવરે તેના ફોનમાંથી લાખણકા ગામના આરોપી જે.કે.ચૌહાણને ફોન કરતાં, તમામ આરોપીઓએ એક સંપ કરી, ગેરકાયદેસર મંડળી રચી લાખણકા ગામેથી એક ઇનોવા કાર નંબર જી.જે.૪.સી.૧૯૫૭ તથા બે મોટર સાયકલ પર હાથમાં પાઇપ, ધારીયા, કુહાડી, લાકડાના ધોકા લઇને આવેલા અને એક મોટર સાયકલ નંબર જી.જે.૧૧.એચ.એચ.ર૯૭ હતો અને ઇનોવામાં લાખણકા ગામના આરોપી જે.કે.ચૌહાણ અને પ્રવિણ પોપટભાઇ ચૌહાણ તથા મુન્નો બાડો (દુકાનવાળો) તથા વિક્રમ અને ભોપા બચ એ રીતેના હથીયારો સાથે આવેલ અને ટ્રેકટર શું કામ પકડેલ છે તેમ કહી, ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી, આરોપીઓએ હથીયારો વડે ફરીયાદી તથા સાહેદોને આડેધડ માર મારી હવે પછી અમારા વાહન રોકશો તો જીવતા રહેવા નહી દઇએ તેમ કહી, આરોપીઓ એક સંપ કરી એકબીન્ને મદદગારી કરી જગલ ખાતાના કર્મચારીઓ પર હમલો કર્યો હતો.

જે તે સમયે આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકમાં આરોપીઓ સામે ઇપીકો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૮૬, ૩૩૨, ૩૩૩, ૩૯૫, ૩૯૭, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨ર) તેમજ જી.પી.એકટ ની કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધાયો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના ચોથા એડીશ્નલ સેસન્સ જજ ઝેડ.વી. ત્રિવેદીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકોલ ભરતભાઇ વોરાની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઇ આરોપીઓ (૧) જેન્તીભાઇ કાનજીભાઇ ચૌહાણ, (૨) પ્રવિણભાઇ પોપટભાઇ ચૌહાણ, (૩) ભોપાભાઇ બચુભાઇ બાંભણીયા (૪) મનિષ ઉર્ફે મુન્નો ઉર્ફ બાડો ધરમશીભાઇ ચૌહાણ (૫) વિક્રમભાઇ બાબુભાઇ ચૌહાણ (૬) વિનુભાઇ ઉર્ફે ધાવરી વિઠ્ઠલભાઇ બારૈયા, (રહે. તમામ લાખણકા, ચાવડા વાડી વિસ્તાર, જી.ભાવનગર) તમામ સામે ઇપીકો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૫, ૪૨૭ ના ગુના સબબ તમામ આરોપીઓને તકસીરવાન ઠરાવી ઇપીકો કલમ ૧૪૭ સાથે વાંચતા કલમ ૧૪૯ મુજબના ગુના સબબ ૧ વર્ષની કેદની સજા તથા ઇપીકો કલમ ૧૪૮ સાથે વાંચતા કલમ ૧૪૯ ના ગુનામાં એક વર્ષની કેદની સજા તથા ઇપીકો કલમ ૩૨૩ સાથે વાંચતા ૧૪૯ના ગુનામાં ૬ માસની કેદની સજા અને રૂમા. બે હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા, ઇપીકો કલમ ૩૨૫ સાથે વાંચતા કલમ ૧૪૯ના ગુનામાં એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ત્રણ હજારનો દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજા ઇપીકો કલમ ૪૨૭ સાથે વાંચતા ૧૪૯ મુજબના ગુનામાં ૬ માસની કેદની સજા અને ર્મ. એક હજારનો દંડ, ઉપરોકત તમામ ગુનાહીત કૃત્ય એક જ બનાવ સંદર્ભના હોય તમામ ગુના સબબ તમામ સજાઓ આરોપીઓએ એક સાથે ભોગવવી તેવો અદાલતે હુકમ કર્યો હતો.

(10:21 am IST)