સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th March 2018

ઉપલેટાના ગણોદ પાટીયા પાસે ડીવાઇડર સાથે અથડાતા ડ્રાઇવર કાંધલ ઓડેદરાનું મોત

ઉપલેટા, તા. ૯ : સવારે કુતિયાણાનો વતની કાંધલ રણમલભાઇ ઓડેદરા પોતાની નવી અલ્ટો કાર લઇ અમરદાવથી પોરબંદર તરફ કુતિયાણા મુકામે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો.

ત્યારે ઉપલેટા તાલુકાના ગણોદ પાટીયા પાસે ૪ વાગ્યા આસપાસ અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યા બાદ પોતાના કાર પુલના ડીવાઇડર (રેલીંગ) સાથે ધડાકાભેર અથડાયા બાદ ચાલક કાંધલ રણમલભાઇ ઓડેદરાનું ઘટના સ્થળે મોત થયેલ હતું. બાદમાં આ બનાવ અંગેની જાણ ઉપલેટા પોલીસને થતા પી.એસ.આઇ. કે.એચ. બારીયા ઘટના સ્થળ ઉપર દોડી જઇ ડેડબોડીનું ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેમના પરિવારને બોડી સોંપી આગળની કાર્યવાહી હાથ ધરતા આ અંગેનો ગુનો મુળુભાઇ પુંજાભાઇ બામરોટીયાએ ઉપલેટા પોલીસમાં નોંધાવેલ છે.(૮.૧૮)

(4:27 pm IST)