સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th March 2018

વંથલી પાસે કારની ઠોકરે બે બળદના મૃત્યુ

બળદ ગાડાના ચાલકને ઇજા

જુનાગઢ : ૯: વંથલી પાસે કારની ઠોકરે બે બળદના મૃત્યુ થયા હતા અને બળદ ગાડાના ચાલકને ઇજા થઇ હતી.

આ અકસ્માતની વિગતો એવી છે કે વંથલીના નવાગામના વાઘાભાઇ હિરાભાઇ રાઠોડ સાંજના સમયે બળદગાડુ હંકારીને જઇ રહ્યા હતા.

ત્યારે વંથલી નજીકના ભાટીયા ગામના પાટિયા પાસે પાછળ પુરઝડપે આવી રહેલ જીજે.૦૧ કે.જે.૩૯પ૭ નંબરની આઇ-ર૦ કારના ચાલકે બળદ ગાડાને જોરદાર ટકકર મારી હતી.

જેમાં વાઘાભાઇ બળદગાડા સાથે ઉથલી પડયા હતા અને બંને બળદના મૃત્યુ નિપજયા હતા. તેમજ તેમને ઇજા થઇ હતી.

આ અકસ્માત અંગે પોલીસે કાર ચાલક સામે ધોરણસની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:03 pm IST)