જેતપુર પોલીસે ગણત્રીના કલાકોમાં ૧૦ બેટરી ચોરીનો ભેદ ઉકેલ્યો
તસ્વીરમાં પકડાયેલ તસ્કર ચોરાઉ બેટરી સાથે (નીચે બેઠેલ) અને પોલીસ સ્ટાફ નજરે પડે છે.
નવાગઢ તા.૯: જેતપુર પોલીસે બેટરી ચોરીનો ભેદ ગણત્રીના કલાકેમાં ઉકેલી ૧૦ બેટરી સાથે કુલ મુદામાલ રૂ.૭૨ હજાર સાથે એક શખ્સને દબોચ્યા હતો.
પ્રાપ્ત વગતો અનુસાર જેતપુર પોલીસ થાણામાં તા.૭ના બેટરી ચોરીનો ગુન્હો દાખલ થયો હતો. જે અન્વયે વીભાગીય પોલીસ વડા ઝેડ,આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પી.આઇ એસ.એમ.વસાવા તથા તેની ટીમના એ.આર.,નાણા આહીર દીવ્યેસ આહીર, ધર્મેન્દ્રસિંહ જેઠવા ભાવેશ ચાવડા, રઘુભા વાળા આ બેટરી ચોરનુ પગેરૂ દબાવી એકસેસ નંબર જીજે-૩ ડીકયુ ૨૧૨૫ પસાર થતા રવી જીવરાજભાઇ રાઠોડ (રહે હાલ નવાગઢ મુળ વાળા ડુંગળા) પકડી પાડી પૂછતાછ કરતા તેણે બેટરી ચોરીની કબુલાત આપતા બાઇક સાથે તેની ધરપકડ કરાઇ હતી.