સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th March 2018

સુરેન્દ્રનગર સબજેલમાં કેદીનું મોતઃ પતિ અને સંતાનોની હત્યા કરી'તી

ભુપત નાટીયાનું હદયરોગના હુમલાથી મોત ચોટીલાના હિરાસરમાં પત્ની અને પુત્ર-પુત્રીની ત્રણ વર્ષ પહેલા હત્યા કરી'તીઃ મૃતદેહને ફોરેન્સીક માટે રાજકોટ ખસેડાયો

વઢવાણ, તા. ૯ : સુરેન્દ્રનગરની સબજેલમાં ચોટીલા ખાતે થોડા સમય પહેલા પોતાની પત્ની અને સંતાનોની હત્યાના ગુનામાં સજા ભોગવનાર નિવૃત ભૂપતભાઇ લાખાભાઇનું મોત નિપજયું છે.

ચોટીલા ખાતે થોડા સમય પહેલા જ ચકચાર જગાવનાર હત્યા કેસમાં નિવૃત આર્મીમેન ભૂપતભાઇ લાખાભાઇએ પોતાની પત્ની તેમજ સંતાનોની હત્યા કરી હતી.

જે બાદ ભૂપતભાઇને સુરેન્દ્રનગરની સબજેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ કેદી ભૂપતભાઇને તપાસ દરમિયાન હોસ્પિટલમાં લઇ જતા હતાં તે દરમિયાન જેલના દરવાજા પાસે જ તે ઢળી પડયા હતાં અને તેમનું મોત નિપજયું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું.

જોકે સુરેન્દ્રનગરની સબજેલમાં થયેલા કેદીના મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે.

 સુરેન્દ્રનગર જેલમાં કાચા કામનો કેદી ભુપત લાખાભાઇ નાટીયા (કોળી) (ઉવ.૪૫)ને ગઇકાલે છાતીમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. જાણ થતા સુરેન્દ્રનગર પોલીસે ફોરેન્સીક પીએમ માટે ભુપત નાટીયાના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે મૃતક ભુપત નાટીયા સીઆરપીએફ ફરજ બજાવતો હતો. તેણે તા.૨૩-૬-૧૬ના રોજ પત્ની તથા પુત્ર અને પુત્રીની ફાયરીંગ કરી હત્યા કરી હતી.

(1:00 pm IST)