સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th March 2018

ઉનાની અંબાડા પ્રા. શાળાનું ગૌરવ

 ઉનાઃ શ્રી અંબાડા પ્રા. શાળા તા. ઉના જી. ગીર સોમનાથમાંથી બાળકો ડીએલએસએસમાં પ્રવેશ મેળવે છે. જેના અનુસંધાને અંબાડા પ્રા. શાળાને રાજયની સર્વશ્રેષ્ઠ શાળા જાહેર કરવામાં આવેલ છે. જેમાં શાળાના આચાર્ય શાંતીલાલ આર. નાંડોળાના માર્ગદર્શન તેમજ શાળાના પી.ટી. શિક્ષક દિલીપભાઇ માલકીયાની મહેનત તેમજ સમગ્ર સ્ટાફ અને બાળકોની મહેનત તથા વાલીઓના સહકાર મળતા શાળાને સફળતા પ્રાપ્ત થઇ છે. વડોદરા ખાતે વી.પી.પટેલ (સેક્રેટરી રમત ગમત યુવા અને સાંસ્કૃતીક પ્રવૃતિઓનો વિભાગ-ગાંધીનગર) તેમજ એલ.પી.બારૈયા (ડીએલએસએસ ડાયરેકટર ગુજરાત રાજય) ના હસ્તે શાળાના વ્યાયામ શિક્ષક દિલીપભાઇ માલકીયાનું સન્માન કરાયું હતું તે તસ્વીરમાં દેખાય છે.

(11:46 am IST)