સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th March 2018

ઉનામાં ગેરકાયદે રેતી ભરીને જતાં પ ટ્રેકટરો ઝડપાયાં: રપ લાખનો મુદામાલ

ઉના તા. ૯: ગેરકાયદે રેતી ભરી જતા પાંચ ટ્રેકટર ઝડપી લેવાયા હતા. ખાણ ખનીજ વિભાગે રપ લાખના મુદામાલ જપ્ત કર્યો છે.

ઉના તાલુકાની નદીમાંથી મોટા પાયે રેતી ચોરી અને ખનન બંધ કરવા ખનિજ વિભાગના અધિકારી ઉનિયલ તથા તેની ટીમ શહેરમાંથી પસાર થતા ખનિજ ભરેલા ટ્રેકટર સહિત રપ લાખનો મુદામાલ પકડી પાડયો હતો. વહીવટી તંત્ર દ્વારા આવા જપ્ત કરેલ વાહનો અને મશીનરીના માલીકો કોણ છે? કેટલી જમીનોનાં કેટલા મેટ્રીક ટનનો જથ્થો ? તે અંગેની બાબતો અંગે તપાસ શરૂ કરી છે.

(11:42 am IST)